ધોની છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી પ્રેરણાદાયક કેપ્ટન: પૂર્વ કોચ ગ્રેગ ચેપલ

ભારતના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે કહૃાું છે કે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા ૫૦ વર્ષમાં ઇંગ્લેન્ડના મિશેલ બ્રિઅરલી, ઓસ્ટ્રેલિયાના ઇયાન ચેપલ, માર્ક ટેલર, વેસ્ટ ઇન્ડીઝના ક્લાઇવ લોઇડ સાથેનો સૌથી પ્રેરણાદાયક કેપ્ટન છે. ચેપલ ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દૃીના પહેલા બે વર્ષ (૨૦૦૫-૨૦૦૭) દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ રહૃાા હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને કહૃાું કે ધોનીએ તેની અપેક્ષાઓ કરતા સારૂ પ્રદર્શન કર્યું અને તે ભારતના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ છે. ચેપલે કહૃાું કે ધોની પ્રતિસ્પર્ધા કરવાનું પસંદ કરે છે. સાથે ચેપલે કહૃાું કે તેણે ધોનીને ઘણા પડકારો આપ્યા અને ભારતીય ખેલાડીએ તેનો સામનો નીડરતાથી કર્યો હતો. ચેપલે કહૃાું કે તેને ધોનીની રમૂજ ગમે છે. ચેપલે કહૃાું, ધોની સાથે ક્રિકેટર અને માનવી તરીકેનો મારો અનુભવ સકારાત્મક રહૃાો હતો.
તેની સાથે કામ કરવું ખૂબ જ સરળ છે કારણ કે તે ખૂબ જ ઓપન અને બેબાક છે. ધોની પાસે નકલી વિનમ્રતા નથી. જો તેને લાગે છે કે તે કંઈક કરી શકે છે, તો તે વાતને ધોની આત્મવિશ્વાસ સાથે કહે છે. તેઓએ કહૃાું, સૌથી ખાસ વાત એ હતી કે તેને પોતાના પર વિશ્ર્વાસ હતો. તે પોતાના આત્મવિશ્વાસ અને બેબાકીને કારણે સૌથી અલગ દૃેખાતો હતો. તે રાજકારણમાં વિશ્વાસ રાખતો નથી. તે સીધી રીતે ઉકેલ લાવવામાં અને વિનમ્ર રીતે પ્રતિક્રિયા આપવામાં વિશ્ર્વાસ રાખે છે. ચેપલે કહૃાું કે, મેં જેટલા ભારતીય કેપ્ટન જોયેલા છે તેમાં ધોની સર્વશ્રેષ્ઠ છે.
હું મારા અનુભવથી તેને કેપ્ટનશિપની સર્વોચ્ચ શ્રૈણીમાં મૂકીશ. તે માર્ક બ્રિયરલે, ઇયાન ચેપલ, માર્ક ટેલર અને ક્લાઇવ લોઇડની સાથે છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી પ્રેરણાદાયી કેપ્ટન છે. પૂર્વ કોચે કહૃાું, મને ધોનીની રમૂજી શૈલી પસંદ છે. તે એક હરીફ છે જેને પડકારો પસંદ કરે છે. હું તેને પડકારો આપવાનો આનંદ ઉઠાવતો હતો. તે મારી અપેક્ષાઓ કરતા આગળ હતો, અને તે તેની અપેક્ષાઓ કરતાં પણ આગળ નીકળી ગયો હશે. તેનો શ્રેય ધોની જાય છે કે તેણે પોતાની યોગ્યતાનો ઉપયોગ પોતાના યુગના મહાન ખેલાડીઓમાંથી એક અને પ્રેરણાદૃાયી કેપ્ટન બનવા માટે કર્યો હતો.