ધોની જાણે છે કે, સીએસકેનો નેક્સ્ટ કેપ્ટન કોણે બનાવવો: બ્રાવો

આઇપીએલની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. ટીમ ઇન્ડિયામાંથી સન્યાસ લીધા બાદ હવે આઇપીએલ રમી રહેલી ધોનીને લઇને અટકળો શરૂ થઇ છે. ચર્ચાઇ રહૃાું છે કે જો ધોની આઇપીએલમાંથી સન્યાસ લેશે તો ચેન્નાઇ સુપર કિંગ્સને નેક્સ્ટ કેપ્ટન કોણ હશે? પરંતુ હવે આ અંગે સીએસકેના સાથી ખેલાડી ડ્વેન બ્રાવોએ મોટી વાત કહી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર અને સીએસકેના ખેલાડી ડ્વેન બ્રાવોનું કહેવુ છે કે, ધોની એક બેસ્ટ કેપ્ટન છે, તે દરેક વસ્તુને સારી રીતે સમજે છે. ધોની જાણે છે કે,
નેક્સ્ટ કેપ્ટન કોણે બનાવવો આ નેક્સ્ટ કેપ્ટન પસંદ કરવાનુ તેના દિમાંગ છે જ. ખાસ વાત છે કે ધોનીએ તમામ દશેય સિઝનમાં સીએસકેનુ નેતૃત્વ કર્યુ છે, ચેન્નાઇ સુપરકિંગ્સને ત્રણ વાર આઇપીએલ ચેમ્પિયન બનાવી છે, અને સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંની એક છે. એટલુ જ નહીં ગયા વર્ષે પણ ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારીને ઉપવિજેતા રહી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈના સત્તાવાર રીતે સીએસકેના ઉપકેપ્ટન છે.
બ્રાવોનુ કહેવુ છે કે આ સિઝનમાં ધોનીને માત્રને માત્રે ટીમ પર ફોકસ છે. ડ્વેન બ્રાવોએ કહૃાું કે, અમારી ટીમમાં ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી, માલિક બધા સાથે મળીને કામ કરીએ છીએ. અમારી પર કોઇ બહારનુ પ્રેશર નથી હોતુ. અમારા ફેન્સ બધાથી અલગ છે, અને તેમનો ખુબ સપોર્ટ મળે છે. અમારી ટીમ સતત સારુ પ્રદર્શન કરી રહી છે.