ધોની સાથેની તસ્વીર પોસ્ટ કરી રૈનાઈ કહૃાું-મેદાનમાં રમવા ખુબ આતુર

ચેન્નાઈ સુપ રકિંગ્સના બેટ્સમેન સુરેશ રૈના આઈપીએલની ૧૩ મી સીઝનને લઈને ખૂબ જ ઉત્સાહિત દૃેખાઈ રહૃાો છે. આ વખતે આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બરની વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં રમાશે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર રૈનાએ તેના સાથી મહેન્દ્રિંસહ ધોની અને મુરલી વિજય સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ધોની અને મુરલીને ટેગ પણ કર્યા છે. રૈનાએ તેની પોસ્ટમાં કહૃાું કે, ‘મેદાનમાં રમવાના દિવસોને હવે ગણતરીનો સમય રહૃાો છે ત્યારે હું ખુબજ આતુર છુ. રૈનાએ કહૃાુ કે આ વખતની આઈપીએલ ખુબ અલગ છે. ખેલાડીઓ જ્યારે આઈપીએલની ૧૩ મી સીઝનમાં મેદાન પર ઉતરશે ત્યારે ફિટનેસ અને માનસિક મજબુતાઇ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
બીસીસીઆઈ યુએઈના ત્રણ શહેરો  દૃુબઇ, અબુ ધાબી, શારજહામાં આઈપીએલનું આયોજન કરી રહૃાું છે. રૈનાએ કહૃાું, ‘આ આઈપીએલમાં ખેલાડીઓ શું વિચારી રહૃાા છે તે જોવું રસપ્રદ રહેશે. ખેલાડીઓ બિલ્કુલ નવા સંજોગોમાં રમશે તમારે ઘણા બધા આઈસીસી પ્રોટોકોલ સ્વીકારવા પડશે. તમારે તમારા મનમાં સ્પષ્ટ રાખવું પડશે કે તમે મેદાન પર શું કરવા જઇ રહૃાા છો, કારણ કે અંતે જ્યારે તમે રમત રમો ત્યારે તમારે તેનો આનંદ માણવો જોઈએ. સુરેશ રૈનાએ કહૃાું હતું કે, ‘પછી તમે ખુશ વ્યક્તિની જેમ મેદાનની બહાર આવો. તેથી મને લાગે છે કે આઈપીએલ પહેલા તમામ પરીક્ષણો કરવામાં આવશે. તમામ વસ્તુઓમાં ચોકસાઈ રાખવામાં આવશે. રૈનાએ કહૃાું, આપણે બધા છેલ્લા પાંચ મહિનાથી ઘરે બેઠા છીએ.
હું હવે રમવા માટે તૈયાર છું. રેના આઈપીએલમાં બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રૈનાએ દૃુબઇની પીચ પર પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કહૃાું હતું કે ત્યાંની પિચો ચેન્નાઈની પિચ જેવી હશે. કોરોના મહામારીના કારણે ખેલાડીઓ માટે ઘણું બદલાયું છે અને તેથી તંદૃુરસ્તી એકદમ મહત્વપૂર્ણ રહેશે. રૈનાએ કહૃાું, ‘સારી બાબત એ છે કે અમે ટૂંક સમયમાં યુએઈ જઈશું. તેથી મને લાગે છે કે તે આ સમયે ભેજવાળી રહેશે. તાપમાન ૪૦ની આસપાસ હશે રેતીનું તોફાન આવી શકે છે, પરંતુ દૃુબઈની સારી વાત એ છે કે ત્યાં જવા અને મુલાકાત લેવામાં કોઈ તકલીફ નહીં પડે. તમે ૪૫ મિનિટમાં દૃુબઈથી અબુધાબી પહોંચી શકો છો. ત્યાંથી શારજહા માત્ર ૪૦ મિનિટમાં.