ધોની સાથે બેટિંગ કરવી મોટા સપનાથી કમ નથી: ઋતુરાજ ગાયકવાડ

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટ ફેન્સને ઘણી યાદગાર પળો આપી છે. ધોનીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાએ ઘણા ખિતાબ પોતાના નામે કર્યા છે. ધોનીથી યુવા ખેલાડીઓને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા પણ ળે છે. એવો જ એક ખેલાડી છે ઋતુરાજ ગાયકવાડ.

આપને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપરિંકગ્સનો યુવા બેટ્સમેન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પહેલીવાર પ્લેઓફમાંથી બહાર થનાર સીએસકે માટે ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરી અને ત્રણ અડધી સદૃી પણ ફટકારી. ઋતુરાજે તેના ઇન્સ્ટાગ્રામ પર ધોનીને લઈ પોસ્ટ કરી છે. જેમાં તેણે કહૃાું કે ૨૦૧૬માં તેની પહેલી ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન તે ધોનીને પહેલીવાર મળ્યો હતો.

તેણે લખ્યું કે,‘હું ઓક્ટોબર ૨૦૧૬માં પહેલીવાર તેમને મળ્યો હતો. મારી પહેલી રણજી મેચ દરમિયાન મને આંગળી પર ફ્રેક્ચર થયું હતું. તેઓ ઝારખંડ ટીમના મેન્ટર હતા અને તેમણે પોતે આવીને મારા ફ્રેક્ચર અંગે પૂછ્યું હતું. આ સિવાય ઋતુરાજે આઇપીએલ-૨૦૨૦ની એક ઘટનાને યાદ કરતા લખ્યું કે,‘ઓક્ટોબર ૨૦૨૦, હું મોટો સ્કોર કરવામાં નિષ્ફળ થઈ રહૃાો હતો ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને જીવન અંગે વાત કરી. તેમની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવો કિસ્મતની વાત છે. તેમની સાથે બેટિંગ કરવી મોટું સપનું સાકાર થયા જેમ છે.