ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ૨૫ ઓગસ્ટથી થશે શરૂ

 

ગાંધીનગર,
કોરોનાની મહામારી વચ્ચે ધોરણ ૧૨ સાયન્સ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદૃી, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ધોરણ ૧૦ની બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમા ધોરણ ૧૨ની પૂરક પરીક્ષા ૨૫ ઓગસ્ટથી શરૂ થશે અને ૨૭ ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ ૧૦ બોર્ડની પૂરક પરીક્ષા પણ ૨૫ ઓગસ્ટથી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટ સુધી ચાલશે. નોંધનીય છે કે કોરોનાના કહેર વચ્ચે ઘણી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. તેમજ શૈક્ષણિક કાર્ય પણ હજુ શરૂ થઈ શક્યૂ નથી. જેને લઈને રાજ્યમાં હાલમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહૃાું છે.