ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ૪૩.૩૭% ટકા પરિણામ જાહેર

આજે ગુજરાતમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ૪૩.૩૭% ટકા જાહેર થયું છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં લેવાયેલી આ પરીક્ષામાં ૧૨૨૨૪૫ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાથી ૧૦૩૬૪૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહૃાા હતા. જ્યારે ૪૪૯૪૮ પરીક્ષાર્થીઓ પ્રમાણ પત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વર્ષ પરીક્ષાર્થીઓને ૨૦ ટકા પાિંસગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ ૭૬.૨૯ ટકા જાહેર કરાયું હતું, જે ગત વર્ષના ૭૩.૨૭ ટકા કરતાં ૩.૦૨ ટકા વધુ આવ્યું હતું. ચાલુ વર્ષે ૩,૭૧,૭૭૧ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨,૮૩,૬૨૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બનાસકાંઠાનું સોની કેન્દ્ર ૯૭.૭૬ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. ગત વર્ષે અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ ૯૫.૬૬ ટકા પરિણામ હતુ.