ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં તેની સીધી અસર ફરીથી શિક્ષણ પર જોવા મળી છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૩-૮ની સામયિક કસોટીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૭ અને ૨૮ એપ્રિલે યોજાનાર ધોરણ ૩-૮ની સામયિક કસોટી મોકૂફ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. GCERT દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે.
અગાઉ કોરોનાની સ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. આ પરિક્ષાઓ અગાઉ ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી. જે વિદ્યાર્થીઓનાં હિતને જોતા હવે સ્થગિત રાખ
આ ઉપરાંત રાજ્યમાં ધોરણ ૧ થી ૯ અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશનનો લાભ આપવાનો મોટો નિર્ણય પણ રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે સમગ્ર રાજ્યમાં ધોરણ ૧ થી ૧૨નાં વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ આગામી દસમી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો હતો.