ધોરાજીમાં છેલ્લા ૮ દિવસથી મેઘરાજાએ એકધારી અમીવર્ષા

ધોરાજીમાં છેલ્લા ૮ દિવસથી મેઘરાજાએ એકધારી અમીવર્ષા ચાલુ રાખી છે ત્યારે ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં ૧૭૫ એમ એમ વરસાદ નોંધાયો હતો ૭ ઇંચ જેવો વરસાદ વરસી જતા ધોરાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અત્યારે હાલમાં ધોરાજીની સફુરા નદી તેમજ સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી ભાદર-૨ નદી અને ભાદર ૨ ડેમ ઓવરફલો થતા જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ભાદર નદીના કાંઠે આવતા તમામ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલમાં સતત વરસાદના કારણે ધોરાજીમાં ગઈકાલે રાત્રિના ત્રણ ઇંચ તેમજ આજે સવારથી અત્યાર સુધીમાં ચાર ઇંચ કુલ સાત ઇંચ વરસાદ નોંધાયો છે સિઝનનો ૪૨.૫ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
વધુમાં ગોંડલ પાસેના ભાદર ૧ ડેમ ના ૨૯ પાટીયા ૬ ફૂટ ખોલવામાં આવતા તે તમામ પાણી નો ફલો ધોરાજી પાસેના ભાદર ૨ ડેમ માં આવતા જેથી ગઈકાલે આખી રાત ધોરાજી ઉપલેટા વિસ્તારના તાલુકાના ગામડાઓ સાવચેત કરવામાં આવ્યા હતા. ભાદર ૧ ડેમ નું પાણી ધોરાજી વિસ્તારના ભાદર ૨ ડેમ માં મોડી રાત્રે પાણીનો લો આવતા જેથી જિલ્લા કલેકટરની સૂચનાથી તંત્ર એલર્ટ કરાયું હતું. ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર આવેલ સફુરા નદી ને કાંઠે પ્રાચીન શ્રી પંચનાથ મહાદૃેવ મંદિર ખાતે ધોરાજીમાં ભારે વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે આવતા ચાર ફૂટ પાણી નદીમાંથી બહાર નીકળી મંદિરના પરિસરમાં ઘૂસી ગયું હતું.
આશ્રમમાં શ્રી પંચનાથ મહાદૃેવ મંદિરના ભાગમાં ચારથી પાંચ ફુટ પાણી અંદર આવી જતા શિવજીનો અભિષેક જલાભિષેક ભગવાન મેઘરાજાએ પણ કરી આપ્યો હતો. મંદિરના પરિસરમાં ચારથી પાંચ ફૂટ પાણી ઘુસી જતા કોઈ જાનહાનિ કે કોઈ મુશ્કેલી ન હતી. તેમજ સફુરા નદી માં બળદ તણાઈ ગયો હતો.