ધોરાજીમાં ભાદર – ૨ ડેમ ઓવરલો, ૨ દરવાજા દોઢ ફૂટ ખોલાયા

  • કાંઠાનાં ગામોને એલર્ટ કરાયા

    રાજકોટ,
    સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર સામે આવી રહૃાા છે. જી હા, સૌરાષ્ટ્રની જીવાદોરી સમા ભાદર ડેમમાંથી ધોરાજી સ્થિતિ ભાદર-૨ ડેમ ઓવરલો થઇ ગયો છે. પાછલા દિવસોમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની અધધધ આવક થતા ડેમ છલોછલ જોવામાં આવી રહૃાો હતો. જ્યારે ગઇકાલે ધોરાજીના ભુખી ગામ પાસે આવેલ ભાદર-૨ ડેમ ઓવરલો થયો છે.
    ભારે વરસાદનાં પગલે ભાદરમાં પાણીની પુષ્કળ આવક થવાથી નદી કાંઠામાં આવતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે. તો ભાદર -૨ ડેમનાં ૨ દરવાજા ૧ ફૂટ સુધી ખોલાયા હોવાનાં કારણે નદીના નીચાણ વિસ્તારમાં પણ તમામ કાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
    નોંધનીય છે કે, ૨૬૨૨ ક્યુસેક પાણીની આવક સામે ૨૬૨૨ જાવક હાલ નોંધવામાં આવી રહી છે. ભાદર બે કાંઠે વહી રહી હોવાનાં કારણે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, ઘેડનાં અનેક વિસ્તારો સહિતના ગામો હાલ એલર્ટ પર છે.