ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓની માર્કશીટ સ્પીડ પોસ્ટથી ઘરે મોકલાશે

  • શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય, ઓનલાઇન અરજી કરવી પડશે

    હાલ ગુજરાત સહિત આખા દૃેશમાં કોરોના મહામારીના કારણે અનેક મોટા નિર્ણયો લેવામાં આવી રહૃાા છે, ત્યારે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. હવે ધોરણ, ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માર્કશીટ સ્પીડ પોસ્ટથી મોકલવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.
    આ સિવાય વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર માઈગ્રેશન પણ સ્પીડ પોસ્ટથી મોકલવાનો નિર્ણય લીધો છે. પરંતુ તેના માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર જઈને આ બે વસ્તુઓ માટે ઓનલાઈન અરજી કરવી પડશે. કોરોનામાં વિદ્યાર્થીઓ ભેગા ન થાય તે માટે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
    આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસમાં વિદ્યાર્થીઓ એક સાથે ભેગા ન થાય તેના માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના પરિણામનાં ગુણપત્રક અને પ્રમાણપત્ર સ્પીડ પોસ્ટથી બોર્ડ દ્વારા મોકલી આપવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે કોઈ વિદ્યાર્થીઓએ કોરોનામાં પ્રમાણપત્રો લેવા જવા માટે બહાર નીકળવું પડશે નહીં. વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર માટે ય્જીઈમ્ની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.