ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની મંજુરીથી પ્રવેશ મેળવી શકશે

  • જિલ્લા શિક્ષણ અધિકારીએ એડમીશન અંગે જાહેર કર્યુ

અમરેલી,રાજ્યના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય થયા મુજબ વર્તમાન કોવિડ-19 ની પરિસ્થતીને ધ્યાને લઇ રાજ્યમાં અમુક લોકો સ્થળાંતર કરી રહયા હતા તેથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હોય ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારની મંજુરીથી પ્રવેશ આપી શકાશે વિદ્યાર્થીઓને તા.28 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની મંજુરી મેળવી પ્રવેશ આપવા સંયુક્ત નિયામક દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યુ છે.