ધ્રાંગધ્રાના રહીશોની વેદના, કહૃાું- બાળકોને ચામડીના રોગ થાય છે, કોઇ સાંભળતું નથી

ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં નવાપરા વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી ગટર લીકેજ છે. ગટર લીકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ચોવીસ કલાક વહૃાા કરે છે. રસ્તો પણ એટલી હદે ખરાબ અને ખાડા-ખાબોચિયા વાળો હોવાથી ત્યાં ગટરનું ગંદુ પાણી ખાડામાં ભરાયેલું રહે છે. આમ ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાના કારણે મચ્છરોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે. આ કારણસર કેટલાંય લોકો બીમાર પણ થયા છે.

૬ મહિનાથી ગટર લીકેજની સમસ્યાથી પીડાઈ રહેલા નવા પરાના રહેવાસીઓએ જણાવ્યું છેકે, અમારે ત્યારે સતત ગટરના પાણીનો ભરાવો રહે છે. જેના કારણે ગદંકી રહે છે અને સતત વાસ માર્યા કરે છે. ગટરના પાણી ભરાઈ રહેવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ રહે છે અને રહેવાસીઓ માંદગીમાં સપડાઈ રહૃાાં છે. ગંદકી અને મચ્છરોના કારણે બાળકોને ચામડીના રોગ થઇ રહૃાાં છે, દવા લેવા માટે છેક ગાંધીનગર જવું પડે છે.

ગટરના પાણી ભરાવાથી રસ્તા બંધ થઇ ગયા છે. અમારે ઘરના દરવાજા બીજી શેરી બાજુ બનાવવા પડ્યાં છે. અમે સતત સરપંચને આ અંગે જાણ કરી રહૃાાં છીએ, પરંતુ અત્યારસુધી તેનો કોઇ નિવેડો આવ્યો નથી. સરપંચ અમારી વાત સાંભળતા નથી. અમારી આ સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે એવી અમે માગણી કરીએ છીએ.