‘ધ રોકએ વીડિયો શેર કરી કર્યો ચોંકાવનારો ખુલાસો- હું અને મારો પરિવાર કોરોના પોઝિટિવ

દૃુનિયાભરમાં ખુબ જ લોકપ્રિય અને હાલમાં હોલિવૂડનો નંબર ૧ એક્ટર ડ્વેન જ્હોનસન એટલે કે ધ રોકે એક ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને રોકે જણાવ્યું કે, તે અને તેનો પરિવાર કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છે. પણ હવે બધું ઠીક છે. તેણે કહૃાું કે, તેને, પત્ની અને બંને નાની દીકરીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. પણ હવે ૩ અઠવાડિયા બાદ બધાની હાલત સારી છે. વીડિયોમાં રોકે કહૃાું કે, કોવિડ-૧૯નું સંક્રમણ ઈજા પહોંચવી કે હાડકાં તૂટવા જેવું નથી.
મારી પહેલી પ્રાથમિકતા પોતાના બાળકો અને પરિવારની સુરક્ષા છે. આ આપણા બધાની પહેલી પ્રાથમિકતા છે. હું તો એમ જ ઈચ્છતો હતો કે જો થવો જ હતો તો મને જ કોરોના પોઝિટિવ નીકળતો, પણ મારા સમગ્ર પરિવારને થઈ ગયો. રોક આગળ કહે છે કે, સારી વાત છે કે તેનો સમગ્ર પરિવાર સ્વસ્થ છે. મારા અમુક દોસ્ત અને તેમના પરિવારજનો આ વાયરસના કારણે મોતને ભેટ્યા છે. જે ખુબ જ ખતરનાક અને માફ ન કરનારો છે. રોકે કહૃાું કે, તેના બાળકોને થોડા દિવસો પહેલા ગળામાં ખારાશ થઈ હતી.
જે બાદ તેમનો સમગ્ર પરિવાર આઈસોલેશનમાં જતો રહૃાો હતો. અને હવે બધા લોકો એકદમ ઠીક છે. રોકે કહૃાું કે, તે નજીકના દોસ્તો સાથે સંપર્કમાં આવવાને કારણે કોરોનાથી સંક્રમિત થયો હતો. તે તમામ વિશ્ર્વાસલાયક લોકો છે. તેઓને પણ ખબર ન હતી કે તેઓ કોરોના પોઝિટિવ છે. રોકે કહૃાું કે, પોતાના અને પોતાના નજીકનાં લોકોનાં સ્વાસ્થ્ય માટે અનુસાશન ખુબ જ જરૂરી છે. માર્ચથી જ લોકડાઉનનું પાલન કરી રહૃાો છું. ક્વોરન્ટીન રહૃાો છું. આઈસોલેટ થયો અને બિલ્કુલ કામ કર્યું નથી.