નગ્ન ફોટાનું એડીટીંગ કરી બ્લેઇક મેઇલ કરતા હરામખોરો ઝડપાયાં

અમરેલી,
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારે ભાવનગર રેન્જના જિલ્લાઓમા બનતા સાયબર ક્રાઈમ સબંધિત અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમ સબંધિત ગુન્હાઓના આરોપીને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સાયબર ક્રાઈમ પો.સ્ટે. ને સુચના આપવામાં આવેલ હોય. આ અંગે પરીણામલક્ષી કામગીરી કરી સાયબર ક્રાઈમ સબંધિત પ્રવુતિ અટકાવવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારીના માર્ગદર્શન
હેઠળ પો.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા, પો.સ.ઇ.શ્રી જી.જે.મોરી, પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા પો.સ.ઇ.શ્રી એચ.બી.કોવાડીયા સાયબર ક્રાઈમ પો.સ્ટે. અમરેલીનાઓએ જરૂરી ટીમ બનાવી છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.વડીયા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. 11193 0 60220208/2022 ઈ.પી. કો.કલમ-306,38 5,506 ,120(બી) ત થા આઈ .ટી. એક્ટ કલમ – 66(ડી), 66(ઈ) મુજબના ગુન્હાના કામની હકીકત એવી છે કે, આ કામના મરણ જનારને આ કામના આરોપી અનુસીંધી મો.નં.7404911758 વાળીએ મરણ જનારને તેનો ઓપન વીડીયો અપલોડ વાયરલ કરી દેવાની વોટસએપ મેસેજથી ધમકીઓ આપી અને વોટસએપના માધ્યમથી નગ્ન વીડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેમજ મો.નં.951847 4904 માંથી પોતાની પોલીસ તરીકેની આ ેળખ આપી મરણ જનારને અલગ અલગ સમયે બ્લેકમેલ કરી બળજબરીથી પૈસા મેળવી લેવા અવાર નવાર પૈસાની માંગણીઓ કરતા મરણ જનાર કંટાળી જતા પોતાની મેળે દોરડા વડે ગળાફાસો ખાય પોતાની જાતેથી આત્મહત્યા કરી મરણ જનારને મરવા માટે મજબુર કરી ગુન્હો કરેલ છે. આ ગુનામાં (1) આસીફખાન ઇકબાલખાન મેવ ઉ.વ.24 ધંધો.અભ્યાસ રહે. નાગલસભા તા.બહિન જી.પલવલ રાજ્ય-હરિયાણા, (2) ઇકલાસખાન ગફારખાન ઉ.વ.19 ધંધો. મજુરી રહે.લફુરી તા.પુન્હાના જી.નુહ રાજ્ય.હરીયાણા ને ઝડપી લઇ પોલીસે કાર્યવાહી કરી છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના અને માર્ગદશ નર્ હેઠળ સાયબર ક્રાઇમ અમરેલીના પોલીસ ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી જી.જે.મોરી તથા પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા પો.સ.ઇ.શ્રી એચ.બી.કોવાડીયા તથા પો.કોન્સ. અંકુરભાઇ સોલંકી તથા પો.કોન્સ. પ્રુથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ.નીકુલભાઈ રાઠોડ તથા ન્ભમ્ શાખા અમરેલીના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ.યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલ.