નટરાજનને ન્યૂ યર ગીટ, ઉમેશ યાદવના સ્થાને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ

નટરાજન અને શાર્દૃૂલને સીમિત ઓવરની સીરીઝ પછી ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયામાં રોકી લીધા હતા. નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયેલા હતા. આ બંને ખેલાડી હવે ઉમેશ અને શમીની જગ્યા લેશે.

ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન ટેસ્ટ સીરીઝ રમી રહેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા સહિત ૩ ખેલાડીઓ જોડાય ગયા છે. ઈજાને કારણે સીરીઝથી બહાર થયેલા ઉમેશ યાદવની જગ્યાએ નટરાજન અને મોહમ્મદ શમીના સ્થાને શાર્દૃૂલ ઠાકુરને ૧૬ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શુક્રવારે આ અંગેની જાહેરાત કરી છે.

બંને ટીમ વચ્ચે ૪ ટેસ્ટની સીરીઝ ૧-૧ની બરાબરી પર છે. બોર્ડર-ગાવસ્કર સીરીઝની બીજી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ ૮ વિકેટે જીત હાંસલ કરી હતી. જ્યારે સીરીઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાએ ૮ વિકેટે જીતી હતી. સીરીઝની ત્રીજી ટેસ્ટ ૭ જાન્યુઆરીએ સિડની અને અંતિ ટેસ્ટ ૧૫ જાન્યુઆરીએ બ્રિસબેનમાં રમાશે.

રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે જોડાયો છે. આ વાત BCCI એ જણાવી. રોહિતને ટીમની સાથે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. જેનો ફોટો મ્ઝ્રઝ્રૈંએ જ શેર કર્યો હતો. સીરીઝની પહેલી ટેસ્ટ પછી રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લીવ પર છે. જે બાદ અજ્કિંય રહાણે ટીમની કમાન સંભાળી રહૃાાં છે.

નટરાજન અને શાર્દૃૂલને સીમિત ઓવરની સીરીઝ પછી ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયામાં જ રોકી લીધા હતા. તેઓ નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયા હતા. તેઓ હવે ઉમેશ અને શમીની જગ્યા લેશે. ઉમેશ અને શમી ફિટ થયા બાદ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લેશે.