સીદસર ગામની નદીમાં ડૂબી જતાં બે સગા ભાઈઓના મોત થયા છે. ગઈ કાલે માલેશ્રી નદીમાં બંને ભાઈઓ ન્હાવા ગયા હતા, તે સમયે આ દૃુર્ઘટના બની હતી. મૃતકમાં એક નેશનલ રાઇફલ શૂિંટગનો પ્લેયર હતો. બે ભાઈઓના મોતને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મળતી વિગત પ્રમામે શામપરા રોડ પર પિતા સાથે બંને ભાઈઓ નદીમાં ન્હાવા ગયા હતા.
પગ લપસી જતા અકસ્માતે બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં ૧૫ વર્ષીય હર્ષ રમણા અને ૧૦ વર્ષીય આનંદ રમણાના મોત થયા છે. હર્ષ રમણા રાઇફલ શૂિંટગનો નેશનલ પ્લેયર હતો. બે ભાઈઓના મોત થતા પરિવાર શોકમગ્ન બન્યો છે.