નદી ખાલી કરી રેતીચોરો દરિયા તરફ વળ્યાં રાજુલાનાં દરિયામાંથી રેતી ચોરી ઝડપાઇ

અમરેલી,ગીર પૂર્વના તુલસીશ્યામ રેન્જ માં આવતા રાજુલા નાં ખેરા પટવા ગામના દરિયા કિનારેથી દરિયાઈ રેતી ચોરી થતી હોવાની માહિતી ગીર પૂર્વ નાં તુલસીશ્યામ રેન્જ ના દબંગ આર,એફ,ઓ, રાજલ બહેન પાઠક ને માહિતી મળતા તેઓની સુચના થી રાઉન્ડ ફોરેસ્ટર હાર્દિકભાઈ વાળા તથા સ્ટાફ દ્વારા વોચ રાખતા મહુવા નાં ડોળીયા ગામના બિન કાયદેસર રેતી ભરેલ ટે ક્ટર પસાર થતા રાઉન્ડ ફોરેસ્ટર હાર્દિકભાઈ વાળા અને સ્ટાફ દવારા મહુવાના ડોળીયા ગામના જગદીશ જોળીયા જોલિયા લાલજીભાઈ મકવાણા રામજીભાઈ મકવાણા ને ટ્રેક્ટર તપાસ કરતા કરતાં ઉપરરોકત શખશો બિન કાયદેસર રેતી અને ચોરી કરતા હોવાનું જણાતા ટ્રેક્ટર તથા ટ્રોલી માં રેતી ચોરીના ગુનામાં સ્થળ ઉપર જ રૂપિયા 12000 દંડ ફટકારી ટ્રેક્ટર ટોલી તુલસીશ્યામ રેજની ખાંભા ખાતે ઓફિસે લાવી જમા કરાવતા રેતી ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ખાણ ખનીજ વિભાગ અમરેલી, પ્રાંત અધિકારી રાજુલા, મામલતદાર રાજુલા,ની ફરજ માં આવતી ખનીજ ચોરી સામે ધુતરાષ્ટ્રની નીતિ અપનાવતા વન વિભાગ ની હદમાં થી થતી રેતી ચોરી કરનારાઓ ને ઝડપી પાડતા અને કડક કાર્યવાહી કરતા રેતી ચોરી કરનારા અને ખનીજ ચોરોમાં માં ભય ફેલાવવા પામેલ છે.