નમક હલાલની રિમેક અંગે આખરે વરુણ ધવને મૌન તોડ્યું

૧૯૮૨માં અમિતાભ બચ્ચનની સુપર હિટ ફિલ્મ નમક હલાલની રિમેક પર ડેવિડ ધવન કામ કરી ચૂક્યા છે તેવા અહેવાલને બોલિવૂડના એક્ટર વરુણ ધવને ફગાવી દીધા છે. વરુણના પિતા ડેવિડ ધવન આ ફિલ્મની રિમેક અંગે કોઈ પ્લાન કરી ચૂક્યા ન હતા તેવો વરુણ ધવને દાવો કર્યો હતો. તેણે એક ન્યૂઝ આર્ટિકલની લિંક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી જેમાં એવો દાવો કરાયો હતો કે સિનિયર ધવન નમક હલાલની રિમેક પર કામ કરી રહૃાા છે.
તેણે જણાવ્યું હતું કે મિત્રો, તમને ભરોસો અપાવવા માટે મારા અંગે ઘણી વાતો લખવામાં આવે છે અને આમ થાય પણ મહેરબાની કરીને મારા પિતા વિશે ખોટી વાતો ફેલાવશો નહીં. આ બિલકુલ બનાવટી વાત છે. જાણી જોઈને મનઘડંત કહાની લખવામાં આવી છે. ચાલો, ક્રિસમસ પર તમને હસાવવા માટે મળું છું.
વરુણ ધવન ક્રિસમસ પર મળવાની વાત કરીને તેની આવનારી ફિલ્મ કૂલ નંબર વન અંગે સંકેત આપતો હતો. ૧૯૯૫માં આ જ નામથી આવેલી ગોવિંદાની ફિલ્મની આ રિમેક છે. બંને ફિલ્મોમાં ડેવિડ ધવન જ ડાયરેક્ટર છે. હવે ક્રિસમસ વતે ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ થનારી છે.