નમર્દા ના તટ ઉપર દેરોલી બકુલાશ્રમમાં તરતા પથ્થરની વિધિવત સ્થાપના કરાશે

અમરેલી,
અમરેલી જિલ્લાના ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય વાસ્તુશાસ્ત્રી શ્રી બકુલભાઇ જાગાણીને ત્યા સંભવીત રામસેતુ માટે ઉપયોગમાં લેવાયેલ તરતો પથ્થર બહુ ઝડપથી જોવા મળશે.
અમરેલી જિલ્લાના વતની શ્રી બકુલભાઇ જાગાણી પાસે વડોદરાના કરજણ તાલુકાના દેરોલી ગામના લોકો આ પથ્થર લઇ આવ્યા હતા માછીમારોને આ પોણા આઠ કીલો વજનનો પથ્થર નર્મદા નદીમાંથી તરતો જોવા મળ્યો હતો સામાન્ય રીતે દરિયામાં આવા પથ્થરનીે હાજરી કદાચીત મળી શકે છે પણ નર્મદામાં કોઇ સંકેત સાથે આ પથ્થર આવ્યો હતો સ્થાનિક તંત્રએ ગામની જવાબદારી સાથે આ પથ્થર ગામલોકોને સાચવવા આપ્યો હતો અને ગામ લોકોએ તેને શ્રીે બકુલભાઇ ના આશ્રમ બકુલાશ્રમમાં રાખવાનુ નકકી કરતા તેમની વિધિવત સ્થાપના તા. 20ના રોજ થશે.