નયનાબા જાડેજાએ ઘરે નવરાત્રિની ઉજવણી કરવા સોશિયલ મીડિયામાં અપીલ કરી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના બહેન અને ગુજરાત મહિલા કોંગ્રેસના મહામંત્રી નયનાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર નવરાત્રિ ઘરે જ ઉજવવાની અપીલ કરી છે. નયનાબા જાડાજાએ પોસ્ટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યુ છે. જેમાં તેમણે અપીલ કરી છે કે, નવરાત્રિ ૨૦૨૦ ઘરે જ ઉજવીએ. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો નવરાત્રિ ઘરે જ ઉજવે તેવી અપીલ કરી છે.
રાજકોટમાં આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી અને સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી મંજૂરી આપશે કે નહીં તેની દૃુવિધા ખેલૈયાઓમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટનાં મોટા અર્વાચીન ગરબા આયજકો દ્વારા આ વર્ષે નવરાત્રિ રદ કરવામાં આવી છે. જેમાં સહિયર ગ્રુપ, સરગમ ક્લબ, સુરભી ગ્રુપ, ખોડલધામ, જૈન વિઝન ગ્રુપ સહિતના મોટા આયજકોએ નવરાત્રિના આ વર્ષના આયજનો રદ કર્યા છે.
એક તરફ મોટા અર્વાચીન ગરબા આયજકો આ વર્ષની નવરાત્રિ રદ કરી રહૃાા છે. ત્યારે બીજી તરફ રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ એસોસિએશને આ વર્ષે સરકાર મંજૂરી નહીં આપે તો આગામી ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને સાઉન્ડ સિસ્ટમ નહીં આપવાની ચિમકી ઉચ્ચારી છે.