બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અનેક વાર સાબિત કરી ચુકી છે કે તે પીએમ મોદીની મોટી ફેન છે. નરેન્દ્ર મોદીના વખાણ કરવાની એક તક કંગના છોડતી નથી. અવાર નવાર કંગની સોશિયલ સાઈટ્સ પોસ્ટમાં પીએમ મોદીને સ્થાન મળ્યું છે. તાજેતરમાં તો કંગનાએ વડાપ્રધાનની અને પોતાની એક તસ્વીર પોસ્ટ કરીને મોદીને સૌથી તાકાતવર નેતા કહૃાા છે.
કંગનાએ શેર કરેલી પોસ્ટમાં કંગના અને નરેન્દ્ર મોદી એક બીજા સાથે હાથ મીલાવી રહૃાાં હોય એવી તસ્વીર છે. અને કંગનાએ કેપ્શનમાં લખ્યું છે કે, ધરતીના સૌથી તાકાતવાન માણસ છતા પણ આટલા નમ્ર.” આ કોઈ પહેલી વાર કંગનાએ આવું નથી કહૃાું. અગાઉ પણ અનેક વાર નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કરી ચુકી છે. મોદી પ્રત્યેનો આદર અને લગાવ કંગના પ્રદર્શિત કરતી જ રહે છે.