નરોડાની એવન ઝેવિયર્સની વિદ્યાર્થીઓએ સુરક્ષા કર્મીઓને રાખડી બાંધી

નરોડામાં આવેલ SNME Campus A-ONE XAVIER’S School ની વિદ્યાર્થીનીઓ સંસ્થાના સ્થાપક નરેન્દ્રિંસહ ઝાલા, તેમજ સંચાલક ધવલિંસહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સવારે ૧૦૮ ઈમરજન્સી સેવા ઓફિસ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, નિકોલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર જઈ સમાજના ઈમરજન્સી ફાઇટરોને રાખડી બાંધી. જેના અંતગર્ત સંસ્થાની વિદ્યાર્થિનીઓ દ્વારા સમાજને ૨૪ ઠ ૭ શાંતિ, સુરક્ષા અને સલામતી પૂરી પાડનાર સમાજના અંગરક્ષક એવા પોલીસકર્મી ભાઈઓ, આરોગ્ય સેવા પ્રદૃાન કરનાર ભાઈઓ, ફાયર સેફટી અને સુરક્ષા આપનાર ભાઈઓ, તેમજ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં સતત કાર્યરત રહેતા ભાઈઓને રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થય માટે ભગવાનને પ્રાર્થના કરી.