નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારને મેવાસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં વરસાદ ના પડવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે મેઘરાજાને મનાવવા ખેડૂતો ખેતરમાં ઊભા-ઊભા પોતાના લોકગીતો ગાઈને મેઘરાજાને મનાવવાનો પ્રયાસ કરી રહૃાા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લાના તિલકવાડાનો વિસ્તાર એટલે કે તેને મેવાપ્રદૃેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તારના લોકો મુખ્યત્વે કપાસની ખેતી કરે છે સાથે સાથે અન્ય પણ પાકો કરે છે. વરસાદ ના પડવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહૃાા છે કે ક્યારે મેઘરાજા મનમૂકીને વરસે પરંતુ વરસાદ ન પડવાના કારણે ખેડૂતો પોતાના લોકગીતો પણ ગાયા છે અને મેઘરાજાને મનાવવાનો પ્રયાસ કરી રહૃાા છે.
ખેડૂતો કરી રહૃાા છે કે મોંઘુદૃાટ બિયારણ લાવી ખેતરમાં તેની વાવણી કરી છે લાઇનમાં ઊભા રહીને તેઓ ખાતર લાયા છે પોતાના ખેતરમાં બિયારણનું વાવેતર કયું ખાતર નાખવું છે પરંતુ વરસાદ ના પડવાના કારણે તેમની હાલત કફોડી બની છે. તેમના ગામોમાં નર્મદા ની કેનાલ છે પરંતુ નર્મદૃાની કેનાલનું પાણી હાલમાં આ વિસ્તારમાં આપવામાં વિસ્તારમાં આવતું નથી, ત્યારે ખેડૂતોની માંગ છે કે પાણી આપવામાં આવે અને જો તેઓનો પાકને નુકસાન થાય તો સરકાર પાકવીમા તરીતે વળતર પણ ઝડપથી તેમને આપે, કારણ કે તેઓની હાલત ખૂબ જ કપરી બની છે.