નર્મદામાં છેતરપીંડી કરી ભાગી ગયેલો શખ્સ બેંગલુરૂથી ઝડપાયો

રાજપીપળા પો.સ્ટે.વિસ્તારમાંથી છેતરપીંડી કરી ભાગી ગયેલા શખ્સને બેંગલુરૂ માંથી ઝડપી પાડવા માટે પ્રશાંત સૂંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ આદૃેશ કર્યો હતો. ત્યારે જીલ્લામાં બનતા ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના તથા માર્ગદર્શન આપતા જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓ રાજપીપળાનાં ગુનાનો વિનેશ નાયર રહે. સુર્ય પ્લાઝા કોમ્પલેક્ષ, સંતોષ ચાર રસ્તા, રાજપીપળા બી.એસ.એન.એલ. દ્વારા ઇન્ટરનેટ કનેક્શન આપવા માટે ઓથોરાઇઝ કર્યું હતું. પરંતુ આ ઈસમે ઇન્ટરનેટ આપવાના બહાના હેઠળ લોકો પાસેથી એડવાન્સ રૂપિયા લઇને ઇન્ટરનેટ આપતો ન હતો અને છેતરપીંડી કરતો હતો. આ દરમિયાન શ્રી નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન માંગરોલ તથા બોરીયા આદિવાસી શાળા ચલાવનાર સંચાલક પાસેથી તેણે ઇન્ટરનેટ આપવાના બહાને કુલ રૂ. ૪૮ હજાર ૧૫૬ રૂ. લીધા હતા. ત્યાર બાદ રૂપિયા લઇ ભાગી જઇ છેતરપીંડી કરી હતી. જે માટે આ સંચાલકે ફરીયાદ દાખલ કરતાં આ ઈસમની ટેક્નીકલ તેમજ અંગત બાતમીદારથી માહીતી મેળવી હતી. કર્ણાટક રાજ્યના બેંગલુરૂ ખાતે હોવાની ચોકક્સ બાતમી આધારે જે.બી. ખાંભલા, પો.ઇન્સ. એલ.સી.બી.નાઓએ રાજપીપળા પો.સ્ટે.ના પો.સ.ઇ. જે.એ. લટા તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. ભંગાભાઇ ગોવિંદભાઇ તથા લો.ર. અનિલ હરજીભાઇને કર્ણાટક રાજ્યના બેંગલુરૂ ખાતે મોકલી વિનેશ નાયરને કર્ણાટક રાજ્યના બેંગલુરૂ ખાતે ઝડપી પાડી ગુનાના કામે રાજપીપળા પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.