- ૨ લાખ ક્યૂસેક સુધી પાણી ડેમમાંથી છોડાશે
ઉપરવાસમાં ભારે વરસાદ અને મધ્યપ્રદૃેશના તમામ ડેમ ઓવરલો થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ૧થી ૨ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, તેવી નર્મદા નિગમે જાહેરાત કરી હતી. જોકે હજી સુધી પાણી છોડાયુ નથી. નર્મદા ડેમમાં હાલ ૯૬,૪૮૩ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જે સાંજ સુધીમાં વધી જશે. નર્મદા ડેમની સપાટી હાલ વધીને ૧૨૯.૬૦ મીટર ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૨.૫ મીટરનો વધારો થયો છે.
મધ્યપ્રદૃેશના ઓમકારેશ્ર્વર ડેમમાંથી સતત ૭૦ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહૃાું છે. જેને પગલે નર્મદા નદી કાંઠાના ભરૂચ અને નર્મદા જિલ્લાના ૩૦ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી ભરી શકાય છે. જોકે નર્મદા ડેમની જળ સપાટી વધતા ઘણા દિવસોથી બંધ ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસનું એક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે અને રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરવામાં આવતા ૫૦ હજારથી વધુ પાણી નર્મદા નદીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહૃાું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૩૧૩૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો જમા થયો છે.