નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૦.૮૩ મીટરે પહોંચી

 

  • ૧૨૦૦ મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના ૫ યુનિટ શરૂ કરાયા

     

રાજ્યની જીવાદોર સમાન નર્મદા નદી અને સરદાર સરોવરને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર પર ગત વર્ષે ગેટ લાગ્યા બાદ તે પહેલી વાર ઑવરલો પણ થયો હતો. જોકે, તેવામાં આ વર્ષે સારા ચોમાસા બાદ પણ નર્મદા મૈયા બે કાંઠો નહોતા. હવે ડેમની સપાટીમાં વધારો થતા પાવર હાઉસ શરૂ કરવામાં આવ્યા છે જેના કારણે નર્મદા મૈયા બે કાંઠે થઈ ગઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૦.૮૩ મીટરે પહોંચી. ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઘટતા પાણીની આવક ૮૫૭૮૬ ક્યુસેક છે.

ઉલ્લેખનીય છે કે ૧૨૦૦ મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના ૫ યુનિટ શરૂ કરાયા છે. જ્યારે નર્મદા નદી મા ૩૫૧૭૪ ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદી નું મુખ્ય વહેણ બન્ને કાંઠે વહી રહૃાું છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં વધારો ૨૪ કલાક માં ડેમ ની જળ સપાટી માં ૮૦ સેન્ટિમીટર નો વધારો નોંધાયો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું છે. ૧૨૦૦ મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના ૫ યુનિટ શરૂ કરાયા અને સી એચ પી એચ નું ૧ ટર્બાઇન પણ શરૂ કરવામાં આવ્યું છે. વીજ મથકો ચાલતા નર્મદા નદીમા ૪૦,૬૫૭ ક્યુસેક પાણી ઠલવાતા નદી બે કાંઠે થયા છે.

ડેમની જળ સપાટી ૧૩૦.૮૫ મીટર પર પહોંચી પાણીની આવક નર્મદા ડેમ માં ૮૫,૭૭૮ ક્યુસેક ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી ભરી શકાય છે. ગત વર્ષે ડેમ પર ગેટ લાગ્યા ત્યારબાદ રાજ્યમાં પહેલી વાર ઑવરલોનો નજારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવરની કેનાલમાંથી પાણી છોડવામાં આવતા વીજ ઉત્પાદનની સાથે સાથે ભરૂચમાં પણ નર્મદાનો કાંઠો છલોછલ થશે. ડેમ પર ગેટ લાગ્યા બાદ ભરૂચમાં અનેક વાર નર્મદા મૈયાનો કિનારો સુકો ભઠ્ઠ બની જતો હોય છે, જે હવે નયનરમ્ય બનશે.