નર્મદા સીમેન્ટ કંપનીનાં બોલ્ટ પર આગ લાગતા વિકરાળ દ્રશ્યો સર્જાયા

  • આગને કંપનીના ફાયર ફાઈટર દ્વારા કંટ્રોલ કરી લેવાઇ

રાજુલા,
જાફરાબાદ તાલુકા ના બાબરકોટ નજીક આવેલ નર્મદા સીમેન્ટ કંપની અંદર આવેલ બેલ્ટ પર અચાનક આગ લાગતા અફડા તફડી સર્જાય હતી સવારે 10 વાગ્યા આસપાસ કડકડતી ઠંડી મા આગ લાગતા અહીં કામ કરતા આસપાસ કામદારો અને કંપની ના માણસો દૂર દૂર થી દોડી આવ્યા હતા અને આગ બુજવવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં આ આગ ના ધુમાડા થોડીવાર માટે ખૂબ ઊંચે સુધી પોહચીયા હતા પરંતુ આગ થી કોઈ મોટી જાન હાની નથી થઈ અને 1 થી 2 કલાક માં આગ કંટ્રોલ કરાય હતી. નર્મદા કંપની મા આજે આગ લાગતા ભારે અફડા તફડી સર્જાય હતી પરંતુ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. કંપની દ્વારા તાકીદે આગ બુજાવવામાં આવતા મોટી દુર્ઘટનાં સર્જાતી અટકી ગઇ હતી.