નર્મદે સર્વ દે: ડેમની જળસપાટી વધીને ૧૧૬.૩૨ મીટરે પહોંચી

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે નદી અને ચેકડેમ ઓવરલો બન્યા છે, ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે તો ડેમમાં પણ જળસપાટી વધી છે.

ગુજરાતની જીવાદૃોરી સમાન નર્મદાની પણ જળસપાટીમાં વધારો જોવા મળી રહૃાો છે. નર્મદા ડેમની જળસપાટી હાલ વધીને ૧૧૬.૩૨ મીટરે પહોંચી ગઈ છે. જો કે એક જ દિવસમાં ડેમની જળ સપાટીમાં ૨૧ સેમીનો વધોર નોંધાયો છે. જો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ૪૨૭૪ ક્યુસેક પાણીની આવાક થઈ રહી છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ૪૨૭૪ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહૃાો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે.