નવમા  નોરતે માં સિધ્ધિદાત્રીની પૂજા અર્ચના થાય છે

તા. ૪.૧૦.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ આસો સુદ નોમ, ઉત્તરાષાઢા  નક્ષત્ર,  અતિ.    યોગ, તૈતિલ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ મકર (ખ,જ)  રહેશે .

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય  લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ)           : દામ્પત્યજીવનમાં સારું  રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) :  તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) :  પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ મંગળવારને નવમું નોરતું છે. નવમા  નોરતે માં સિધ્ધિદાત્રીની પૂજા અર્ચના થાય છે. માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે. માં સિધ્ધિદાત્રી તમામ સિદ્ધિઓ આપનારી છે. આ યુગમાં એવી કોઈ સિદ્ધિ નથી જે માતા ના આપી શકે. આઠ પ્રકારની સિદ્ધિઓ શાસ્ત્રમાં વર્ણવેલી છે. માં સિધ્ધિદાત્રી અણિમા, મહિમા, ગરિમા,લધિમા,પ્રાપ્તિ,પ્રાકામ્ય,ઈશિત્વ,વશિત્વ એમ આઠે પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે. જયારે કોઈ કાર્યમાં રુકાવટ આવતી હોય ત્યારે કાર્ય પૂર્ણ કરવા માટે માતા સિદ્ધિદાત્રીની પૂજા અક્સિર બને છે વળી કોર્ટ કચેરીના પ્રશ્નો પણ માં ના આશિષથી પૂર્ણ થાય છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો સ્વગૃહી અને વક્રી ચાલી રહેલા શનિ મહારાજ સ્વગૃહી અને વક્રી ગુરુને ત્રીજી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે જે સ્થિતિ હાલમાં જોઈએ તો લોકોને પોતાના આર્થિક વ્યવહાર સાચવવામાં મુશ્કેલી પડતી જોવા મળે વળી ઘણી કંપની કે વ્યક્તિગત લોકો કર્જના બોજમાં દબાતા જોવા મળે તો અનેક કંપની કે વ્યક્તિગત લોકો લોન ભરપાઈ કરવામાં અસમર્થતા દર્શાવતા જોવા મળે કે અમુક પેઢી કાચી પડતી જોવા મળે.