નવરાત્રિથી યોગી સરકાર મહિલાઓની સુરક્ષા માટે મિશન શક્તિ શરૂ કરશે

ઉત્તર પ્રદેશમાં વધતા મહિલા અપરાધની વિરુદ્ધ વિરોધ પક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહૃાું છે. હાલમાં જ હાથરસ કાંડને લઇને પણ રાજ્ય સરકારની શાખને નુકસાન થયું છે. યોગી સરકારે યૂપીમાં મહિલા અપરાધ પર ગાળિયો કસવાની કમર કસી લીધી છે. નવરાત્રીથી જ એક મિશન શરૂ થવા જઇ રહૃાું છે. આ અભિનાયનનું સંપૂર્ણ પ્લાિંનગ કરી લેવામાં આવ્યું છે. પહેલા તબક્કો મિશન શક્તિ હશે, જ્યારે બીજો તબક્કો ઑપરેશન શક્તિ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને આદેશ આપ્યા છે કે મિશન શક્તિ અભિયાનની શરૂઆત શરદીય નવરાત્રીથી લઇને વાસંતિક નવરાત્રી સુધી કરવામાં આવશે. અભિયાનના પહેલા તબક્કામાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણના સંબંધમાં વ્યાપક જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. તો બીજા તબક્કામાં અભિયાનને ઑપરેશન તરીકે સંચાલિત કરવામાં આવશે. યોગીએ આદેશ આપ્યા છે કે શરદીય નવરાત્રી દરમિયાન પૂજા પંડાલો અને રામલીલા સ્થળો પર કન્યા ભ્રૂણ હત્યા, મહિલાઓ પ્રત્યે હિંસા વગેરે અપરાધો પર પ્રભાવી રોક લગાવવાના સંબંધે જાગૃતતાવાળી લઘુ ફિલ્મો અને નુક્કડ નાટકોનું પ્રદર્શન કરવામાં આવશે.
સીએમ યોગીએ અભિયાન સંબંધિત તમામ વિભાગો સાથે સોમવાર ૧૨ ઑક્ટોબરની સાંજ સુધી કાર્યક્રમોની એક રૂપરેખા તૈયાર કરીને લાવવાનો આદૃેશ આપ્યો છે. સીએમે કહૃાું કે, પહેલા તબક્કામાં વ્યાપક જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આનું નામ મિશન શક્તિ હશે. તો બીજા તબક્કામાં કાર્યવાહી થશે, આને ઑપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહૃાું કે મહિલા સુરક્ષા અભિયાનની સાથે અલગ અલગ ઇચ્છુક સ્વયંસેવી, વ્યાવસાયિક સંગઠનો અને સંસ્થાઓને પણ જોડવામાં આવશે.