નવરાત્રિ અંગે સુરત મનપાની વિવાદાસ્પદ જાહેરાત, વિવાદ વધતા ટેન્ડર કર્યું રદ્દ

રાજ્યમાં હાલ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહૃાો છે, તેમ છતાં નવરાત્રિ અંગે મનપાની વિવાદાસ્પદ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મીડિયામાં ભારે હોબાળો થતાં ગણતરીના કલાકોમાં આ નિર્ણય બદલવામાં આવ્યો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે સુરત મનપાની વિવાદાસ્પદ જાહેરાત રદ કરવામાં આવી છે. ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબાના ડેન્ટરની જાહેરાત રદ કરાઈ છે. વિવાદ વધતા એસએમસીએ જાહેરાત રદ કરી હોવાનું માલૂમ પડી રહૃાું છે. મીડિયા અહેવાલ બાદ સુરત મનપા સફાળી જાગી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, જાહેરાત સ્થગિત કરાઈ છે.
ઓફ ડ્યુટી પ્રમાણે જાહેરાત કરી હોવાનું જાણવા મળી રહૃાું છે. થોડા દિવસ પહેલા રાજ્યના ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સરકારની ચીમકી ઉચારવામાં આવી હતી કે જો રાજ્યમાં નવરાત્રિ થઈ તો કોરોના વાયરસનો રાફડો ફાટશે અને તેને અંકુશમાં લેવા નામકિન થઈ જશે. ત્યારબાદ સરકારને ચેતવી પણ હતી કે જો નવરાત્રિ દરમિયાન કોઈ ખેલૈયાઓ કોરોના સંક્રમિત થશે તો અમે તેની સારવાર કરીશું નહીં, તેમ છતાં નિષ્ઠુર તંત્ર પર તેની કોઈ અસર દૃેખાઈ રહી નથી. સુરતમાં હાલ કોરોનાના કારણે સ્થિતિ અંકુશ બહાર છે, તેમ છતાં નવરાત્રિ અંગે સુરત મનપાએ આજે વિવાદાસ્પદ જાહેરાત કરી હતી. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા માટે સુરત મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
આ વિશે જ્યારે સુરત મનપાને પુછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે છેલ્લા ઘડીએ સરકાર રાજ્યમાં નવરાત્રિ યોજવા પરમિશન આપે તો દોડાદોડી ન થાય તે માટે અમે અત્યારથી તૈયારીઓ આરંભી હતી અને ટેન્ડર બહાર પાડી અરજીઓ મંગાવી હતી. હવે આ જાહેરાત વચ્ચે કોરોના મહામારી વચ્ચે મેળાવડા અંગે ટેન્ડર બહાર પાડતા લોકોને આશ્ર્ચર્ય થઈ રહૃાું છે. હાલ લોકો મુખે ચર્ચાઈ રહૃાું છે કે હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહૃાું છે તેમ છતાં સુરત મનપાને નવરાત્રિને પડી છે. એક બાજુ કોરોનાનો કહેર અને બીજી બાજુ રાજ્યમાં ગરબા યોજવા અંગે તંત્ર અને સરકાર વચ્ચે અસમંજસની સ્થિતિ હોવાનું દૃેખાઈ રહૃાું છે.