નવરાત્રિ-દિવાળી પહેલાં આરબીઆઈનો મોટો ઝટકો, નહિ મળે ઈએમઆઈમાં રાહત

તહેવારો આવી રહૃાા છે ત્યારે તે પહેલા જ રિઝર્વ બેક્ધની આર્થિક નીતિ સમિતિની બેઠકના તારણોની જાહેરાત થઇ છે છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બેઠકના તારણોની જાણકારી આપી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે રેપો રેટ ૪% પર સ્થિર રહૃાો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ પોઝિટિવ જોવા મળી શકે છે. તમામ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહૃાો છે. તેમને જણાવ્યું કે હવે કોરોના કરતા વધુ રિવાઇવલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહૃાું છે. તેમણે જીડીપી ગ્રોથ અનુમાન નેગેટિવમાં ૯.૫% રહૃાું છે.

નાના લોન ધારકો માટે ૭.૫ કરોડ રૂપિયાની લોન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવી હાઉસિંગ લોન પર રિસ્કનું ભારણ ઓછું કરવામાં આવ્યું છે. તો, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આરટીજીએસને ૨૪ કલાક લાગુ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આરબીઆઇ ગવર્નરે જણાવ્યું કે અમારું ફોકસ ફાયનાન્સને સરળ બનાવવા અને ગ્રોથ વધારવા પર છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખતા આગામી સપ્તાહમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે ઓએમઓ કરવામાં આવશે. જણાવી દઈએ કે ઓએમઓ હેઠળ કેન્દ્રીય બેક્ધ સરકારી સિક્યોરિટી અને ટ્રેઝરી બિલનું ખરીદ વેચાણ કરે છે. ભારતમાં આ કામ આરબીઆઇ કરે છે. આરબીઆઇ જયારે અર્થવ્યવસ્થામાં રૂપિયાની આપૂર્તિ કરવા માંગે છે ત્યારે તે બજારમાં સરકારી સિક્યોરિટી ખરીદ કરે છે.

જયારે તેને અર્થવ્યવસ્થામાં રૂપિયાની આપૂર્તિ ઘટાડવાની જરૂરિયાત લાગે છે ત્યારે તે બજારમાં સરકારી સિક્યોરિટી વેચે છે. જણાવી દઈએ કે, તહેવારોની સિઝનને જોતા આશા કરવામાં આવી રહી હતી કે આરબીઆઇ માંગ વધારવા માટે રેપો રેટમાં ઘટાડી કરી શકે છે, જોકે, એવું કી થયું નહિ. જણાવી દઈએ કે ઓગસ્ટમાં થયેલ એમપીસીની બેઠકમાં આરબીઆઇએ રેપો રેટમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. રેપો રેટ ૪% પર સ્થિર રહૃાો હતો અને રિવર્સ રેપોરેટને પણ ૩.૩૫% પર સ્થિર રાખવામાં આવ્યો હતો.

આરબીઆઈએ પોતાની ધિરાણ નીતિની બેઠકમાં અનુમાન લગાવ્યો છે કે જૂલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથમાં સુધાર ઘણો ઓછો જોવા મળી શકે છે. એમપીસીએ એ પણ આશા રાખી છે કે ઓક્ટોબર પછી જીડીપી ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. આરબીઆઈ ગર્વનરે એમ પણ કહૃાું છે કે ચાલૂ નાણાંકીય વર્ષના બીજા છ માસિકમાં જીડીપી ગ્રોથમાં કોવિડનો પ્રભાવ ઓછો દેખાશે. દેશભરમાં સારા મોનસૂન હેઠળ રેકોર્ડેબલ કૃષિ ઉત્પાદન થવાનું અનુમાન છે. રવિ પાકનું ઉત્પાદન સારુ થવાની આશા છે. જેનાથી ગ્રામિણ અર્થવ્યવસ્થા અને માંગમાં તેજી જોવા મળશે. કૃષિની સાથે કન્ઝૂયમર અને ફાર્મા સેકટરમાં તેજ વૃદ્ધિનું અનુમાન લગાવામાં આવ્યું છે. આરબીઆઈની ધિરાણ નીતિ સમીક્ષા બેઠકમાં કોવિડ-૧૯થી વધારે મહત્વ અર્થવ્યવસ્થાને રિવાઇવલ પર આપવા અંગે ચર્ચા કરવામાં આવી, જે સારા સંકત છે.