નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઈ શકશે, ગરબા નહીં થાય

  • રાજયમાં તહેવારોને લઈને સરકારે ગાઈડલાઈન કરી જાહેર
  • દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર મુકાયો પ્રતિબંધ

 

તહેવારોને લઈને રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં હવે રાજ્યમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ગરબાને લઈને આજે એક મોટા સમાચાર સામે આવી રહૃાા છે. ગુજરાતમાં હવે કોઈ પણ જાતના ગરબાનું આયોજન કરી શકાશે નહીં. પરંતુ ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા  આરતી કરી શકાશે. કોરોના હોવાના કારણે કોઈ પણ ફોટો, મૂર્તિ ચરણ સ્પર્શ, પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. આ માટે સ્થાનિક તંત્રની મંજૂરી આવશ્યક છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકારે આજે આગામી તહેવારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નવરાત્રિ, દશેરા, દિૃવાળીને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એક કલાકના કાર્યક્રમમાં ૨૦૦થી વધુ લોકો એકત્ર કરી શકાશે નહીં. રાજ્યમાં આગામી તહેવારો બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જ્યારે દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નવરાત્રિના ગરબા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો, ઉત્સવોની ઉજવણી માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર ૨૦૨૦થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. જેથી આ વખતે ખેલૈયાઓનો નોરતાનાં ઓરતા અધૂરા રહૃાા છે.

નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે. ૨૦૦થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.

રાજ્યભરમાં કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. કોરોના મહામારીમાં થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજ્યના ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેક્ધ્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના ૫૦ ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા  ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

નવરાત્રિમાં ખૈલેયાઓ માટે સૌથી મોટા સમાચાર, ડેપ્યૂટી ઝ્રસ્ નીતિન પટેલે આપ્યું નવરાત્રી મુદ્દે નિવેદન

રાજ્ય સરકારે આજે તહેવારોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કર્યા બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે નવરાત્રી મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ ન વધે તેની કાળજી રાખે છે, જેના કારણે અમે નવરાત્રિમાં છૂટ આપી નથી. ગઈકાલે સીએમના નિવાસસ્થાને મીટિંગ મળી હતી. જેમાં ગુજરાતમાં અગત્યના તહેવારો છે તેમા સરતળા આપવી તેની ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગમાં હાજર તમામના અભિપ્રાય લેવામાં આવ્યા હતા, અને અંતે તમામના અભિપ્રાયો બાદ આખરી નિર્ણય કરાયો છે. ગઈકાલે લાંબી ચર્ચા વિચારણા બાદ આજે દિવાળી અને નવરાત્રિને લઈને નિર્ણય લેવાયો છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમોએ કોરોના મહામારીમાં એએમએનો અભિપ્રાય અને મીડિયા રિપોર્ટ જોઈ નક્કી કર્યો છે. કોરોના મહામારીના કારણે ખૈલેયાઓમાં ગરબામાં નિયંત્રણ રહેશે નહીં માટે ગરબા નહીં જ કરી શકાય. માત્ર પૂજા અર્ચના કરી શકશે પણ ગરબા બિલકુલ નહીં કરી શકાય. આ વર્ષે કોઈ પણ પ્રકારની ગરબાની મંજૂરી મળવાની કોઈ આશ નથી. ધાર્મિક બાબતો સાથે નવરાત્રિ જોડાયેલી છે. નવરાત્રિના ૯ દિવસ માતાજીની ભક્તિ થાય છે. નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પણ ઉપવાસ કરે છે. માટે અમે નક્કી કર્યું કે નવરાત્રિમાં માતાજીની પૂજા કરવી. ૨૦૦ લોકોની હાજરીમાં ગરબી લાવી શકશે અને આરતી કરી શકાશે. ભક્તિ ભાવ પૂર્વક આરતીની છૂટ આપી છે. અમોએ ધાર્મિક ભાવનાની કાળજી રાખી છે.