નવરાત્રીમાં સાધના અને ભક્તિનો સુભગ સમન્વય થાય છે

તા. ૨૧.૯.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ ભાદરવા વદ અગિયારસ, પુષ્ય  નક્ષત્ર, પરિઘ યોગ, બવ    કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ કર્ક (ડ,હ)   રહેશે.

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) :  આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ)            : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા  રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત)  તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

પિતૃપક્ષમાં ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ અને આગામી સપ્તાહમાં ઉત્સાહભેર આપણે નવરાત્રીનું સ્વાગત કરીશું. આસો માસમાં આવતી નવરાત્રીમાં માતા સાથે રમવાનો ઉત્સાહ અને ઉમંગ વધુ હોય છે. આ નવરાત્રીમાં સાધના અને ભક્તિનો સુભગ સમન્વય થાય છે. આપણી પરંપરામાં ઉત્સવ, ઉત્સાહ અને ઉમંગ વણાયેલા છે જે હવે આપણે વિજ્ઞાનની રીતે પણ સમજીએ છીએ જયારે આપણે પૂર્ણ ઉત્સાહ સાથે રાસ લઈએ છીએ નૃત્ય કરીએ છીએ ત્યારે આપણું અસ્તિત્વ સંપૂર્ણ બને છે અને આપણે ખુદ એટલા લિન થઇ જઈએ છીએ કે ખુદના કેન્દ્રમાં આવીએ છીએ અને એ અવસ્થામાં અધ્યાત્મ પૂર્ણ પણે ખીલે છે જયારે ભક્તિ અને સાધનાને તેની ચરમસીમાએ લઇ જઈ શકાય છે. ઈશ્વર પ્રાપ્તિની વિધિઓમાંની આ વિધિ છે કે જયારે ઉત્સાહથી નૃત્યમાં લિન થઇ જવું અને એ અવસ્થાએ ઘણી ઉચ્ચ અનુભૂતિ પ્રાપ્ત થાય છે આમ પણ કોઈ પણ કલાકાર જયારે તેની કલામાં ખુંપી જાય છે ત્યારેતે ધ્યાનસ્થ બની જાય છે અને એ અવસ્થામાં જે આનંદ પ્રાપ્ત થાય છે તે વર્ણવી શકાતો નથી. દેવી આરાધના જીવનમાં એટલા માટે જરૂરી છે કે દેવી આરાધના ખુદ શક્તિ છે. સ્ત્રી પણ શક્તિ સ્વરૂપ છે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે તમારા જીવનમાં કોઈ પણ સ્વરૂપે જયારે સ્ત્રી પાત્ર આવે છે ત્યારે તેની સાથે છળ કપટ કરવાથી કે ખોટું કરવાથી ઘણી હાનિ થાય છે અને દેવી નારાજ થાય છે. નવરાત્રી નજીક છે ત્યારે આપણે આ સત્ય જાણી લઈએ અને પછી દેવી આરાધનામાં લિન થઈએ.