નવસારીના જલાલપોરમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ નોંધાયો

  • છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૯ તાલુકામાં મેઘમહેર
  • ૧ થી ૪ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે મેઘમહેરરાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવસારી શહેરમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે વલસાડના વાપીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજકોટના લોધીકા, ગોંડલ અને ભાવનગર સીટીમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.રાજ્યના આઠ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
    રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે વરસાદને લઇને સારા સમાચાર આવી રહૃાાં છે. આગામી ૧ ઓગસ્ટથી ૩ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. જ્યારે આજે અને આવતી કાલે ૩૧ જુલાઇના રોજ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો વરસાદ થશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૧ ટકા વરસાદ નોંધાયો છે.