નવસારીમાં ઝીંગા ફાર્મ કોન્કલેવનું ઉદઘાટન કરતા શ્રી રૂપાલા

અમરેલી,
ભારત સરકારનાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગનાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને નવસારી સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આજ રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આઇસીએઆર-સીઆઇબીએનાં શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ-2023નાં બીજા સંસ્કરણનું દીપપ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ભૈંમ્છઅને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (એનએફડીબી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) એન.એફ.ડી.બી. દ્વારા ઓફર કરવામાં આવતી પ્રીમિયમ સબસિડી સાથે જળચરઉછેર માટે પાક વીમાનો અમલ કરવા માટે અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફએફપીઓ) અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફએફપીઓ)ને કોન્ક્લેવ દરમિયાન અમલમાં મૂકવામાં સાથે એગ્રિકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડની પ્રોડક્ટ ઝીંગા પાક વીમાને પણ લોન્ચ કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સૂરત અને ભરૂચમાં મોટાભાગના એક્વાકલ્ચર ખેડૂતો નાના ખેડૂતો છે, જેને લઈને મત્સ્ય ખેડૂતોની વીમા અને સંસ્થાકીય ધિરાણ સુધીની સુલભતા, વીમા યોજના સુવિધા દ્વારા ખેડૂતોની આવક વધુ ઝડપી સમયમર્યાદામાં બમણી કરવામાં મદદ કરશે.આ કોન્કલેવમાં ગુજરાત એક્વા ફીડ ડીલર્સ એસોસિયેશન, ગુજરાત એક્વાફાર્મર્સ એસોસિયેશનના 300થી વધુ એક્વાફાર્મર્સ, હોદ્દેદારો, એસસી/એસટી યોજનાના લાભાર્થીઓ, જનપ્રતિનિધિઓ, વિકાસ વિભાગના અધિકારીઓ, ટેકનિશિયનો, બેન્કરો, વીમા અધિકારીઓ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.ઝીંગા અને માછલીઓના જીવંત પ્રદર્શન નિહાળ્યું હતું અને આ ઉદ્ધાટન સમારોહ દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીના વરદ હસ્તે મત્સ્ય અને ઝીંગા ઉછેર પર પુસ્તકો અને પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા મત્સ્યપાલકોને ચેકવિતરણ કરવામાં આવ્યા હતા.
વૈજ્ઞાનિક ટીમ આઈસીએઆર-સીઆઈબીએના ડાયરેક્ટર ડો.કુલદીપ કે લાલ ,ગ્રીજા સુબ્રમણ્યમ, ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર ઓફ એગ્રિકલ્ચરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, આઇસીએઆરના નાયબ નિયામક (મત્સ્યોદ્યોગ)ડો.જે.કે.જેના, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ, ભારત સરકારના કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટીના સભ્ય સચિવ ડો.વી.કૃપા, ભારત સરકારના કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટીના સભ્ય સચિવ, નીતિન સાંગવાન, આઇએએસ, ગુજરાત સરકારના ફિશરીઝ કમિશનર, ભારત સરકારના નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ડો. એલ. નરશીમા મૂર્તિ સાથે મત્સય ખેડૂતો ઉપસ્થિત રહયા .