નવાગામ અને મઢડાની સીમમાં108ની ટીમે બે સગર્ભાની નોર્મલ ડિલિવરી કરાવી જીવ બચાવ્યા

અમરેલી,
અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના નવા ગામ મઢડા વાડી વિસ્તાર માંથી પ્રસુતિનો કેસ મળતાની સાથે જ એમ્બ્યુલન્સ સ્થળ પર જવા રવાના થઈ ગઈ ગણત્રી ની મિનિટો માંજ સગર્ભા પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે તે મહિલાને પ્રસુતી ની પીડા ના હિસાબે ખેતર માંજ પ્રસુતી કરાવવાની ફરજ પડી હતી.જ્યારે બીજી બાજુ ખાંભા 108 ની ટીમ દ્વારા સ્થળ પરજ અધૂરા મહિનાની ની સફળ પ્રસુતી કરાવવામાં આવી અને બાળકના ધબકારા અને શ્વાસ બંધ હોવાથી કુત્રિમ શ્વાસ અને સી.પી.આર. આપી બાળકનો જીવ બચાવવામાં આવ્યો છે.ખાંભા 108 ની ટીમને ખાંભા તાલુકાના ના ભાવરડી ગામ નો કેસ સવારે 10:05 કલાકે મળ્યો હતોકેસ મળતાની સાથેજ ખાંભા 108 ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી જરૂરી સાધનો અને દવાઓ લઈને સગર્ભા મહિલા સુધી પોહોચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક મહિલા ને તાત્કાલિક સ્થળ પરજ ડિલિવરી કરાવવી પડે તેમ છે, એટલા માટે મહિલાની ડિલિવરી સ્થળ પર સફળતાપૂર્વક અને સલામતીથી સવારે 10:21 કલાકે મહિલાની પ્રસુતી કરાવી પરંતુ મહત્વ ની વાત એ છે કે 8 માસની અધૂરા મહિનાની ડિલિવરી કરાવવામાં આવી. ડિલિવરી કરાવ્યા પછી બાળકની તપાસ કરતા માલુમ પડ્યું કે બાળકનુ હૃદય અને શ્વાસ બંધ હતા પછી તત્કાલિક ભ.ઁ.ઇ. (છાતી પર દબાણ અને કુત્રિમ શ્વાસ) ચાલુ કર્યા, 10 મીનીટ ભ.ઁ.ઇ. આપ્યા બાદ બાળક રડ્યું આંમ આખરે માતા અને બાળક ના જીવ બચાવ્યા હતા.તેમજ ઉપરી ફિઝિશિયન ડોકટર સાથેની સલાહ સૂચના મુજબ જરૂરી દાવાઓ આપી સારવાર કરી માતા અને બાળક ના દરેક વાઇટલ પેરામીટર ઓક્સિજન તેમજ અપગાર જેવી દરેક તપાસ કરી અને જરૂરિયાત મુજબ ઈન્જેકશન આપી, ક્સિજન ચાલુ કરવામાં આવ્યો હતો. આમ ખાંભા 108 ના ઇ.એમ.ટી. પ્રવિણ બાંભણીયા અને પાયલોટ ભરત મકવાણા તેમજ વિજપડી 108 ના ઇ.એમ.ટી. વાલજી શિયાળ અને પાયલોટ મહેશ રામપ્રસાદી એમ બંને 108 ની ટીમ ની ઉત્કૃસ્ઠ કામગીરી ને 108 જિલ્લા ના અધિકારી અમાનતઅલી નકવી પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને દિલીપ સોલંકી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.