નવા કૃષિ કાયદાથી દરેક ક્ષેત્રે રોકાણ વધશે: મોદી

  • FICCI સંમેલનમાં મોદીએ કર્યા કૃષિ કાયદાના વખાણ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘની ૯૩મી વાર્ષિક સામાન્ય બેઠક અને વાર્ષિક સમ્મેલનનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ સંબોધન ડિઝિટલ માધ્યમથી થઇ રહૃાુ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાુ કે વર્ષ ૨૦૨૦ ટી-૨૦ મેચમાં અમે કેટલીક વખત સ્થિતિઓને ઝડપથી બદલાતા જોઇ છે પરંતુ વર્ષ ૨૦૨૦એ બધાને પાછળ છોડી દીધુ છે. આપણો દેશ અને આખી દુનિયાએ આ વર્ષે ઉથલ પાથલ જોઇ છે. પીએમ મોદીએ કહૃાુ કે, સારી વાત એ છે કે કોરોનાને કારણે સ્થિતિ જેટલી જલ્દૃી બગડતી ગઇ તેટલી ઝડપથી સુધરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાુ, આજે ભારતના ખેડૂતો પાસે પોતાના પાક મંડીઓની સાથે બહાર પણ વેચવાનો વિકલ્પ છે. આજે ભારતમાં મંડીઓનું આધુનિકિકરણ થઇ રહૃાુ છે, ખેડૂતોને ડિઝિટલ પ્લેટફોર્મ પર પાક વેચવા અને ખરીદવાનો પણ વિકલ્પ આપ્યો છે. જેનાથી ખેડૂતોને નવા વિકલ્પ અને નવા બજાર મળશે.

આજે ભારતમાં કોર્પોરેટ ટેક્સ વિશ્વમાં સૌથી ઓછો છે. ઇંસ્પેક્ટર રાજ અને ટેક્સના જંજાલને પાછળ છોડી ભારત પોતાના ઉદ્યમિઓ પર વિશ્વાસ કરી રહૃાો છે અને આગળ વધી રહૃાો છે. પીએમ મોદીએ કહૃાુ કે જ્યારે એક સેક્ટર વિકસિત કરે છે તો તેનો વિકાસ બીજા સેક્ટરો પર પણ પડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાુ કે ખેતીમાં જેટલુ ખાનગી વિસ્તાર દ્વારા રોકાણ કરવુ જોઇતુ હતું તેટલુ રોકાણ કરવામાં નથી આવ્યુ. ખાનગી ક્ષેત્રએ કૃષિ ક્ષેત્રને એક્સપ્લોર નથી કર્યુ. પીએમ મોદીએ કહૃાુ કે કૃષિ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ સારૂ કામ કરી રહી છે પરંતુ તેમણે હજુ વધુ સારૂ કામ કરવાની જરૂર છે.

વડાપ્રધાન મોદીએ કહૃાુ કે છેલ્લા ૬ વર્ષમાં વિશ્વએ ભારતમાં વિશ્વાસ બતાવ્યો છે અને આ વિશ્વાસ છેલ્લા ૬ મહિનામાં વધુ મજબૂત બન્યો છે. પીએમ મોદીએ કહૃાુ કે પછી તે FDI હોય કે પછી FPI વિદેશી રોકાણકારોએ ભારતમાં રેકોર્ડ રોકાણ કર્યુ છે અને આગળ પણ કરી રહૃાા છે.

PM મોદીએ કૃષિ સુધારાની ચર્ચા કરતા કહૃાુ કે નવા કૃષિ સુધારાથી ખેડૂતોને ફાયદૃો થવાનો છે. વડાપ્રધાન મોદીએ કહૃાુ કે કૃષિ સાથે જોડાયેલી તમામ વસ્તુ પરથી દિવાર હટાવી રહૃાા છીએ. નવા કૃષિ કાયદાથી ખેડૂતોને નવા બજાર મળશે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે. પીએમ મોદીએ કહૃાુ કે કૃષિ ક્ષેત્રમાં રોકાણથી ખેડૂતોને ઘણો ફાયદૃો થશે, તેમણે નવા વિકલ્પ મળશે, નવુ બજાર મળશે.

વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા કહૃાુ કે મહામારીના સમયમાં ભારતે નાગરિકોના જીવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે, તેમણે કહૃાુ કે કોરોના કાળ દરમિયાન ભારતે જે નિર્ણય કર્યા તેનાથી પુરી દુનિયા ચોકી ગઇ છે.