નવા ખીજડીયાના વળાંકમાં ટ્રેકટરે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

અમરેલી,

અમરેલી તાલુકાના નવા ખીજડીયા વળાંકમાં વાંકીયા ગામના ભદ્રેશભાઇ કનુભાઇ પેઠાણી પોતાનું બાઇક જીજે 05 એેફટી 5504નું લઇ વાંકીયા ગામેથી નવા ખીજડીયા તેના મિત્ર ગોૈતમભાઇ વિપુલભાઇ માંડણકા અમરેલી શીતલ આઇસ્ક્રીમમાં નોકરી કરતા હોવાથી તેમને લેવા જતા હતા.ત્યાારે નવા ખીજડીયા ગોળાઇમાં ટ્રેકટર જીજે 14 એપી 0842 ના ચાલકે પુરઝડપેઅને બેફીકરાઇથી ચલાવી બાઇક્ર સાથે અથડાવી ભદ્રેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયાની પિતા કનુભાઇ પેઠાણીએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.