નવા પીપરીયા-હળીયાદ વચ્ચે સૌની યોજનાનાં પાઇપ બહાર આવ્યાં

બગસરા,
બગસરાનાં નવા પીપરીયા હળીયાદ વચ્ચે સૌની યોજનામાં પાઇપ લાઇન બહાર દેખાતા ભ્રષ્ટાચારની ચર્ચા જાગી છે. બગસરાના નવા પીપરીયા નવી હડીયાદ રોડ ઉપર પાણીના સંપ તપાસે ખેડુતોના ખેતરમાંથી પસાર થયેલ પાઇપલાઇન સામાન્ય વરસાદમાં બહાર દેખાવા લાગી છે સૌની યોજના પાછળ સરકાર દ્વારા અબજો રૂપીયાનો ખર્ચો કરવામાં આવે છે અને ડેમો ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે ત્યારે પાણી પહોંચેલ નથી ત્યાં વધ્ાુ એક વખત પાઇપલાઇનના ભુંગળા બહાર આવી રહયા છે તે ખેડુતોને ખેતી કરવામાં પણ નડતર રૂપ છે ત્યારે લેભાગુ કોન્ટ્રાકટરો દ્વારા નબળુ કામ કરીને મોટો ભ્રષ્ટાચાર હોય તેમ પહેલા જ વરસાદમાં પાઇપ બહાર નીકળી જતા અનેક શંકા કુશંકાઓ જાગી છે તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા પણ લોક માંગ ઉઠી છે.