નવા પ્રોજેક્ટ આધ્યાત્મિક ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને નવી ઉર્જા આપશે: મોદી

 

  • સોમનાથ મંદિર નજીક અંદાજે ૨૫ કરોડના ખર્ચે બનનાર પાર્વતી મંદિરનો પીએમનાં હસ્તે શિલાન્યાસ
  • દરિયાકિનારે ૪૯ કરોડ રૂપિયાના ખર્ચે વોક વે ખુલ્લો મૂકાયો, ‘સમુદ્ર દર્શન નામ અપાયું

 

જય સોમનાથથી સંબોધન શરૂ કરનાર પીએમ મોદીએ કહૃાું કે, હુ વચર્યુઅલી જોડાયો છું, પણ મનથી હુ સ્વંયને સોમનાથના ચરણમાં અર્પણ કરુ છું. હુ ખુશ છું કે મને પુણ્ય કામની તક મફ્રી છે. આજે આપણે આ પવિત્ર કામના સાક્ષી બન્યા છે. આજે મને સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને ર્જીણોદ્વાર બાદ નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરના લોકાર્પમનું સૌભાગ્ય મળ્યુ છે. આટલુ પુનિત સહયોગ અને સાથે શ્રાવણનો પવિત્ર મહિનો… આ તમામ માટે ભગવાન સોમનાથના આર્શીવાદની સિદ્ધી છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણમાં નમન કરું છું, જેમણે ભારતના પ્રાચીન ગૌરવને જીવંત કર્યું. તેમણે મંદિરને સ્વતંત્ર ભારતના સ્વતંત્ર ભારત સાથે જોડાયેલ માનતા હતા. આઝાદીના ૭૫ માં વર્ષે આપણે તેમના પ્રયાસોને આગફ્ર વધારીએ છીએ. સોમનાથને નવી ભવ્યતા આપી છે. લોકમાતા અહલ્યાબાઈ હોલકરને મારા પ્રણામ છે. જેમણે અનેક મંદિરોના ર્જીણોદ્વાર કરાવ્યા. પ્રાચીન અને આધુનિકતાનું સંગમ તેમણે કરાવ્યું. પર્યટન સાથે જ્યારે આધુનિકતા સાથે જોડાય તો કેવા ચેન્જિસ આવે છે તે ગુજરાતે જોયુ છે. સ્થાનિક બાબતોને વધુ મજબૂત કરવામાં આવે.

તેમણે કહૃાું કે, સોમનાથ સદીઓથી શિવની ભૂમિ રહી છે. જે કલ્યાણને જે સિદ્ધિને પ્રદાન કરે છે તે શિવ છે. શિવ વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે. સંહારમાં સર્જનને જન્મ આપે છે. તેથી શિવ અવિનાશી છે. તે અવ્યક્ત છે. શિવ અનાદી છે. તેથી શિવને અનાદી યોગી કહેવાય છે. સોમનાથનું આ મંદિર આપણા આત્મવિશ્ર્વાસનું પ્રેરણાસ્થફ્ર છે. દુનિયામાં કોઈ આ ભવ્ય સંરચનાને જુઓ તો તેને માત્ર મંદિર નથી દેખાતુ, પણ તેને એવુ અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે. આ એવુ સ્થફ્ર છે, જેને હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ પ્રકાશનું ક્ષેત્ર બતાવ્યું છે. જે આજે વિશ્ર્વ સામે આહવાન કરે છે કે સત્યને અસત્ય સામે હરાવી શકાતુ નથી. આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું. તેથી તે આજે માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્ર્વનું વિશ્ર્વાસ છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ આવ્યા હતા ત્યારે તેમણે કહૃાું હતું કે, સદીઓ પહેલા ભારત સોના-ચાંદીનો ભંડાર હતું. દુનિયાભરના સોનાનો હિસ્સો ભારતના મંદિરમાં હતા. પ્રથમ રાષ્ટ્રપતિનું આ સપનુ આપણા માટે મોટી પ્રેરણા છે. સૈૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ… આપણે ત્યાં જે જ્યોતિર્લિંગની સ્થાપના કરાઈ છે, તેની શરૂઆત સોમનાથથી થાય છે. ૧૨ જ્યોર્તિિંલગ સમગ્ર ભારતને જોડવાનુ કામ કરે છે. તેવી જ રીતે ચારેય ધામ, શક્તિપીઠ, તીર્થધામ આપણી આસ્થા એક ભારત શ્રેષ્ઠ ભારત બતાવે છે. દુનિયા સદીઓથી આશ્ર્ચર્યચકિત થતુ આવ્યુ છે કે વિવિધતાઓથી ભરેલુ ભારત એક કેવી રીતે છે.

આપણે એકબીજાની ભાષા નથી સમજતા, પણ આદતોથી બધા એક છે. આ બાબતે સદીઓથી ભારતને એકતાના સૂત્રને બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપણુ દાયિત્વ છે કે તેને સતત મજબૂત કરતા રહેવુ. દર્શન, સંસ્કૃતિ અને આધ્યાત્મ તરફ સૌ આકર્ષિત થઈ રહૃાા છે. નવી પેઢીમાં પણ આ મામલે જાગૃતતા આવી છે. તેથી જ આધ્યાત્મિક ટુરિઝમમાં અનેક શક્યતાઓ છે. તેથી જ પ્રાચીન ગૌરવને પુનજીવિત કરવામાં આવી રહૃાા છે. રામાયણ સર્કિટનું ઉદાહરણ આપણી સામે છે.

આપણા પૂર્વજોને દીઘર્દ્રષ્ટિ એટલી હતી કે, તેમણે દૂરના વિસ્તારોને પણ આસ્થા સાથે જોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે આપણી પાસે આધુનિક સુવિધાઓ આવે તો આપણે તેને દુર્ગમ સમજીને છોડી દીધા. આપણા પર્વતીયા વિસ્તારો તેનુ મોટુ ઉદાહરણ છે. પરંતુ હવે આપણે તેને પણ આવરી લીધા છે. શહેરોને જોડવા માટે કનેક્ટિવિટી પર પણ કામ કરાઈ રહૃાુ છે. જેથી પર્યટક એક સ્થફ્રેથી બીજા સ્થફ્રે જઈ શકે. આ તમામ પ્રોજેક્ટ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને આગામી સમયમાં નવી ઉર્જા આપશે. ભારત ૨૦૧૩ માં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડેક્સમાં ૬૩ માં સ્થાન પર હતું, તે ૨૦૧૯ માં ૩૪ માં સ્થાન પર આવી ગયુ છે. ટુરિઝમ સેન્ટરમાં હોસ્પિટાલિટી સેક્ટર સાથે જોડવાથી અનેક ફાયદા થશે. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહૃાું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસકાર્યોથી સોમનાથનું પ્રાચીન વૈભવ પરત મળ્યું છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહૃાો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે.