નવા વર્ષમાં જ ખેડૂતો સાથે છેતરિંપડી, કંપનીએ યૂરિયા ખાતરના નામે પથ્થરો પધરાવ્યા

 

બોટાદ,

આખી દૃુનિયામાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધાર જોવા નથી મળી રહૃાો. એક બાજૂ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મૂક્યા છે ત્યારે હવે યુરિયા ખાતરના માધ્યમથી પણ કંપનીઓ ખેડૂતો સાથે છેતરિંપડી આચરી રહી છે. આવો જ કિસ્સો જેતપુરના મેવાસા ગામે બન્યો છે જ્યાં યુરિયાના ખાતરની થેલીમાંથી પથ્થરો નિકળ્યા છે. શિયાળુ રવી પાક સમયે યુરિયા ખાતર મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા સહકારી મંડળીમાંથી ખરીદૃી થતી હોય છે ત્યારે કભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ આવી રહી છે.

મેવાસા સહકારી મંડળીમાંથી ખેડૂતો દ્વારા કૃભકો કંપનીનું ૧૬ નંબરની થેલીનું ખાતર જ્યારે ખરીદી કરવામાં આવ્યું ત્યારબાદૃ રવી પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું તે સમયે આ કૌભાંડનો પર્દૃાફાશ થયો હતો. જેતપુરના મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુરિયા ખાતર શુદ્ધ નાઇટ્રોજનમાંથી બનતું હોય છે અને આ ખાતર એટલું શુદ્ધ હોય છે કે ૨૪ કલાક ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે તો પણ બાષ્પીભવન થઈ જાય

પરંતુ કૃભકો કંપનીના યુરિયા ખાતરની થેલીઓ જ્યારે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી ત્યારે ખાતરની સાથે સાથે થેલીમાંથી પથ્થર અને ધૂળ નીકળતા આશ્ર્ચર્યચકિત થયા હતા. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોની શિયાળુ પ્રથમ સિઝન સમયે જ આ પ્રકારની છેતરિંપડી કંપનીઓ દ્વારા કરવામાં આવતા મેવાસા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. અને યુરિયા ખાતર બનાવતી આવી કંપનીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરી છે.