નવા સંસદભવનમાં ઐતિહાસિક પળના સાક્ષી બનતા શ્રી રૂપાલા

અમરેલી,
શ્રી નરેન્દ્ર મોદી અને સંસદસભ્યો સાથે ભારત સરકારના કેબીનેટ મંત્રી અને અમરેલીના પનોતા પુત્ર તથા ગૌરવ એવા શ્રી પરસોતમ રૂપાલા આજે નવા સંસદ ભવનના પ્રવેશના સાક્ષી અને સહભાગી થયા હતા.આ પ્રસંગે તેમણે શેર કર્યુ હતુ કે, વિકસિત ભારતનો દ્રઢ સંકલ્પ યાદ કરવાનો છે, હિન્દુસ્તાનને વધારે ઊંચાઈ ઉપર પહોંચાડવાનું છે, યશસ્વી પ્રધાન સેવક શ્રી નરેન્દ્ર મોદીજી ની વિશેષ ઉપસ્થિતિમાં નવા સંસદ ભવનમાં સાથી સંસદ મિત્રો ની સાથે મંગલ પ્રવેશ ની ઐતિહાસિક પળના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ભવન અને તેમાંય સેન્ટ્રલ હોલ મને ભાવુક કરે છે અને આપણા કર્તવ્ય માટે પ્રેરિત પણ કરે છે.