- રકમ સરકારમાં પરત આવે અથવા ન્યાય મળે તે માટે શ્રી પરેશ ધાનાણીની માંગણી
અમરેલી,અમદાવાદના મનોજ ડી. પટેલએ શ્રી પરેશભાઇ ધાનાણીને રજુઆત કરી જણાવ્યુ કે આશરે 37 જેટલી ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારીત સબસીડી ગ્રેડેશન માટે સરકારના માહિતી પ્રસારણ વિભાગ દ્વારા ફિલ્મ સ્ક્રિીનીંગ ગોઠવવામાં આવેલ માહિતી અધિકાર તળે મેળવેલ માહિતી મુજબ 37 ફિલ્મો પૈકી 18 ફિલ્મ એવી નીકળી છે કે 2016 થી 18 માં રજુ થયેલ સબીસીડી નિતી 2016 હેઠળ આવતી હતી છતા ફિલ્મોને 8 માર્ચ 2019 ના રોજ આવેલ નવી ફિલ્મ સબસીડી હેઠળ ચાર કરોડ કરતા વધ્ાુ નાણા ચુકવવામાં આવેલ છે આ પ્રકરણમાં સબસીડી માટેના નિયમો બનાવતી અને સજેસ્ટ કરતી નેત્રો લેવલ કમીટીના સભ્યોની ટીમો જ તેમણે બનાવેલ નિયમો વિરૂધ્ધ જઇ પોતાની ફિલ્મોને ફાયદો કરાવી કરોડો રૂપીયા લઇ લીધ્ોલ છે પ્રજાની પરસેવાની કમાણીના 4 કરોડ અથવા તેથી વધ્ાુ ચુકવી દીધેલ રકમ સરકારમાં પરત આવે અને અન્યાય થયેલ ફિલ્મ નિર્માતાઓને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રી રૂપાણીને રજુઆત કર્યાનું પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ છે.