નવી શિક્ષણ નીતિમાં સરકારની દખલગીરી નહિવત્ હોવી જોઈએ: મોદી

  • વડાપ્રધાને નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલની કોન્ફરન્સમાં સંબોધન કર્યું
  • જેમ વિદૃેશ નીતિ, રક્ષા નીતિ દૃેશની નીતિ હોય છે તેમજ શિક્ષણ નીતિ પણ દૃેશની નીતિ જ છે, દૃેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થાના માધ્યમથી પૂરું કરી શકાશે, નવી શિક્ષણ નીતિથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પૂરો થશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સંબોધન કર્યું. સરકાર તરફથી ગત દિવસોમાં નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી, જેનાપર હજુ પણ મંથન કરવામાં આવી રહૃાું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહૃાું કે દૃેશના લક્ષ્યને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા પુરુ કરી શકાય છે. પીએમને કહૃાું કે શિક્ષણ નીતિમાં સરકારની દખલગીરી ઓછી હોવી જોઇએ.
નવી શિક્ષણ નીતિ પર વડાપ્રધાન મોદીએ કહૃાું કે આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાતચીત કરવામાં આવી. જેમાં વિદ્યાર્થી-શિક્ષક-અભિભાવક (વાલી) પણ સામેલ હતા. પ્રધાનમંત્રી મોદીએ કહૃાું કે આજે કોઇપણને આ નીતિ પોતાની લાગી રહી છે, જે સૂચન લોકો જોવા ઇચ્છતા હતા તે દૃેખાઇ રહૃાાં છે. હવે દૃેશમાં નવી શિક્ષણ નીતિને લઇને દૃેશમાં તેને લાગુ કરવા પર સંવાદ યોજાઇ રહૃાાં છે, આ એટલા માટે જરૂરી છે કે આ નીતિથી ૨૧મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન કહૃાું કે આજે દૃુનિયામાં નોકરીઓને લઇને ચર્ચા થઇ રહી છે, એવામાં શિક્ષણ નીતિને જ્ઞાન અને સ્કિલ પર તૈયાર કરશે. આ નીતિ ન્યૂ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનને પુરુ કરશે.
પીએમ મોદીએ જણાવ્યું કે લાંબા સમયથી આ માગ સામે આવી રહી હતી કે બાળકો બેગ અને બોર્ડની પરીક્ષાને લઇને દબાવમાં જોવા મળે છે, એવામાં હવે આ ભારને ઓછો કર્યો છે. પીએમ મોદૃીએ કહૃાું કે હવે કોઇપણ વિદ્યાર્થી કોઇપણ પ્રવાહ (સ્ટ્રીમ)ને ક્યારેય પણ લઇ શકે છે અને છોડી શકે છે.
વડાપ્રધાન મોદીએ કહૃાું કે દૃેશમાં સારા કેમ્પસ યોજાશે, જેનાથી વિદૃેશમાં ભણવા જવાના પ્રયત્નો ઓછા થશે. આ સાથે જ પ્રયત્ન કરવામાં આવ્યાં છે કે ઓનલાઇન ભણતરને પ્રોત્સાહન મળે. પીએમ મોદૃીએ કહૃાું કે જેવી રીતે વિદૃેશ નીતિ કોઇ સરકારની નહી પણ દૃેશની હોય છે, આ શિક્ષણ નીતિ પણ કોઇ સરકારની નહીં પરંતુ દૃેશની શિક્ષણ નીતિ છે.
પીએમ મોદીએ કહૃાું કે નવી શિક્ષણ નીતિ ભણાવા કરતા શીખવા પર વધુ ફોકસ કરે છે અને પાઠ્યક્રમથી વધારે આગળ વધીને વધારે વિચારવા પર જોર આપે છે.