અમરેલી, નાગેશ્રી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એન.એ.વાઘેલા પો.સબ.ઇન્સની સુચના અને માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પો.સ્ટે.ના હેડકોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા પો.કોન્સ. રાજદિપસિહ દીલીપસિહ ગોહિલ તથા પો.કોન્સ, અરવિંદભાઇ હર્ષદભાઇ ડાભી તથા પો.કોન્સ, અનિલભાઇ વિનુભાઇ દાફડા વિગેરે પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી આધારે નાગેશ્રી પો.સ્ટે.ના વડલી ગામે, નીહાર સીમ વિસ્તારમા જાહેર જગ્યામાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા શકુનીઓને રોકડા રૂ.10,150/- તથા ગંજીપાના નંગ પર કિ.રૂ.00/00 તથા એક ટોર્ચ કિ.રૂ.50/00 મળી કુલ ર્ર. 10,200/- ના મુદામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડી કવોલીટી કેસ શોધી કાઢી તથા 2 ઇસમો રેઇડ દરમિયાન નાસી ગયેલ હોય જે જુગાર રમતા તમામ રણછોડભાઇ ખોડુભાઇ સોલંકી, ભીખાભાઇ ખોડુભાઇ સોલંકી,મહેશભાઇ જીવણભાઇ સરવૈયા, સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.