નાગેશ્રી અને આસપાસના ગામોમાં રાયડી સિંચાઈનું પાણી ન છોડાતા ખેડુતોમાં રોષ

રાજુલા, જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી,મીઠાપુર,ચોત્રા આસપાસ ના ગામ લોકો દ્વારા રાયડી સિંચાઈ વિભાગ ને લેખિત મા રજૂઆતો કરાય છે ઉનાળુ પાક સહિત બાગાયતી ખેતી પાણી નહી મળે તો બળી જાય તેવી સ્થિતી મા મુકાય છે જ્યારે અહીં ખેડૂતો દ્વારા મૌખિત લેખિત રજુઆત કરાય છતા હજુ પાણી નહિ છોડતા રોષ જોવા મળી રહ્યો છે અહીં નિચાણ વાળા ચેકડેમ અને તળાવ ભરી દેવા માંગ કરાય છે રાયડી ડેમ મા પાણી હોવા છતા નહિ ખોલતા ખેડૂતો ની નારાજગી વધી રહી છે ભાજપ કોંગ્રેસ તમામ રાજકીય પ્રતિનિધિ ઓ ને રજુઆત કરાય હોવા છતા કોઈ પરિણામ મલતુ નથી