નાગેશ્રી ગામ માં વહેલી સવારે 2 સિંહો ગામ માં ઘુસી 1 પશુ નું મારણ કર્યું

  • ગામ ના આખલા એ સિંહ સામે બહાદુરી બતાવી 1 સિંહ ભાગ્યો તેની પાછળ હુમલો કરવા આખલો દોડ્યો 
  • મોટાભાગે સિંહો આખલા થી દૂર રહેતા હોય છે

રાજુલા જાફરાબાદ પંથક માં ફરી સિંહો ગામ ના ઘુસવા ની ઘટના દિનપ્રતિદિન સામે આવી રહી છે આજે જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામ ના નેસડી વિસ્તાર માં વહેલી સવારે 2 સિંહો ઘુસી ગયા રેઢીયાર 1 પશુ નું શિકાર કરી મારણ પણ કર્યું આ ઘટના વચ્ચે પશુ ના રાડ થી અહીં રહેલો હિંમત ભેર આખલા એ બહાદુરી બતાવી આખલા એ સિંહ ઉપર હુમલો કરવા 2 વખત હુમલા નો પ્રયાસ કર્યો આ દ્રશ્યો જોય 1 સિંહ ડરી પણ ગયો તો 1 સિંહ એ તેમની પરંપરા જાળવી હોય તેમ જાળવી રાખી ભાગ્યો નહીં પરંતુ 1 સિંહ એ રીતસર દોટ મૂકી અને આખલા એ તેમના ઉપર હુમલો કરવા માટે દોટ પણ મૂકી હતી જોકે સ્થિતિ એવી સર્જય અહીં આખલો દોડતો ગયો હતો અને સિંહ ભાગ્યો હતો સૂત્રો પાસે થી મળતી માહિતી એવી પણ મળી રહી છે 2 સિંહ માંથી 1 સિંહ બીમાર હતો જેના કારણે ભાગી નથી શક્યો જયારે ગ્રામીણ વિસ્તાર માં આખલા નો આતંક આટલો બધો વધ્યો છે કે હવે તો વનરાજ પણ ડરતા જોવા મળ્યા હતા જયારે અહીં સિંહ એ કરેલા મારણ બાદ વનવિભાગ ના અધિકારી કર્મચારી કોઈ ફરક્યા નથી અને મારણ એજ હાલત માં જોવા મળી રહ્યું હતું જેથી ગ્રામજનો એ માંગ ઉઠાવી છે નાગેશ્રી આસપાસ સિંહો દીપડા નો વસવાટ મોટા પ્રમાણ માં હોય જાફરાબાદ આરએફઓ સહીત ફોરેસ્ટ સ્ટાફ નાઈટ વિઝીટ દરોજ કરી પેટ્રોલિંગ વધારે અને ગામ ની દૂર સિંહો ને ખસેડવા માટે કાર્યવાહી કરે આ પ્રકાર ના ગામ માં સિંહ ઘુસી જવા ની ઘટના ને લઇ ને લોકો માં નારાજગી જોવા મળી રહી છે તાકીદે વનવિભાગ પેટ્રોલિંગ વધારે તો ખેડૂતો ના કિંમતી પશુ ઓ પણ બચી શકે તેમ છે