નાગેશ્રી ટોલનાકા સામે ચારે તરફથી વિરોધનો વંટોળ

  • ભાજપ, કોંગ્રેસ, ગામડાઓના સરપંચો સહીતના લોકોની એકજ માંગ પહેલા રોડ રસ્તાની સુવિધા તો આપો
  • ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે 8 વર્ષોથી વિવાદમાં રહેતો આવ્યો છે
  • અત્યંત ખરાબ હાલતના માર્ગ ઉપર ચાલવા માટે કોઇ શા માટે ટેકસ ચુકવે

રાજુલા,
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે 8 ઈ ઉપર નાગેશ્રી દુધાળા વચ્ચે ટોલનાકુ શરૂ કરતા સમગ્ર વિસ્તાર ના લોકો માં નારાજગી જોવા મળી રહી છે રોડ રસ્તા ની સુવિધા નથી અને ટોલટેક્ષ આપવો કેમ ? સૌ કોઈ સવાલો ઉઠાવી રહ્યા છે જયારે મોટાભાગ ના બ્રિજ અધૂરા ડ્રાવરજન અધૂરા કાગવદર થી ચારનાળા,હિંડોરણા,મહુવા ,ભાવનગર સહીત વિસ્તાર સુધી ગ્રામીણ માર્ગ જોવા મળી રહ્યો છે ત્યારે ટોલટેક્ષ સરકાર સા માટે ઉઘરાવે છે તેવો સવાલ સૌ કોઈ દ્વાર કરવા માં આવ્યો છે.
સતત 2 દિવસ થી સ્થાનિક સરપંચો ટ્રક એસોશ્યન ભાજપ કોંગ્રેસ બધા જ ખેડૂતો ની એકજ માંગ ઉઠી રહી છે કે, તાત્કાલિક રોડ ની સુવિધા પહેલા આપો જયારે કોંગ્રેસ ના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા પણ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા જયારે ટોલટેક્ષ પહેલા રોડ રસ્તા ની સુવિધા આપવા માટે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર,જીલ ભાજપ મહા મંત્રી રવુભાઇ ખુમાણ,ભાજપ અગ્રણી પીઠાભાઇ નકુમ સહિતના લોકો દ્વારા ઉચ્ચ કક્ષા એ રજુઆત કરી સાથે સાથે ટોલ મુદ્દે નારાજગી દર્શાવી છે