નાગેશ્રી નજીક સોંદરડીનાં પાટીયા પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા પતિની નજર સામે સગર્ભા પત્નીનું મોત

  • ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી ગયાની પોલીસમાં ફરિયાદ

અમરેલી, ઉના તાલુકાના સનખડા ગામના જયવંતસિહ ધીરૂભાઈ ગોહિલ અને તેના સગર્ભા પત્ની કૈલાસબેન સનખડાથી સોંદરડી બાઈક ઉપર જતા હતા. ત્યારે સોંદરડી ગામના પાટીયા પાસે હાઈવે રોડ ઉપર તા.27/12ના સાંજના ટ્રક નં. જીજે. 12એ. ટી 8855 ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાયથી ચલાવી બાઈક સાથે અથડાવી કૈલાસબેન જયવંતસિહ ગોહિલ ઉ.વ.21 નામની આ સગર્ભા પરણીતાને ગંભીર ઈજા પહોચાડી ટ્રક ચાલક નાશી ગયો હતો અને તેણીના પતિ જયવંતસિંહ તથા ભત્રીજીને પણ ઇજા થઇ હતી મરનાર કૈલાશબેનને સાતમો માસ ચાલતો હતો આ બનાવ અંગે જયવંતસિંહ ધીરૂભાઈ ગોહિલે ટ્રકચાલક સામે નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.